________________
૨૩૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૮-૧૪૯
ગાથાર્થ :
ઈન્દ્રિયના વિકારના દોષથી નચાવાયેલી પત્ની પણ પતિપાપને પતિને મારવાના પાપને, કરે છે, જે પ્રમાણે તે પ્રદેશ રાજા સૂર્યકાંતા વડે તે પ્રમાણે વધ કરાયો. ૧૪૮. ટીકા :
भार्यापि पत्न्यपि, आस्तामन्याः इन्द्रियविकारदोषनटिता चक्षुरादिविकृत्यपरा-धविगोपिता करोति पतिपापं भर्तारं मारयतीत्यर्थः, यथासौ प्रदेशिराजः सूर्यकान्तया तथा विषदान-प्रकारेण वधितो मारितः । प्राक्कथितमिदमपि कथानकमिति ।।१४८।। ટીકાર્ય :
માજિ. થાનનિ || ભાય પણ=પત્ની પણ, અન્ય દૂર રહો, ઇન્દ્રિયના વિકારના દોષથી નચાવાયેલી=ચક્ષ આદિ વિકૃતિના અપરાધથી વિગોપિત એવી પત્ની પણ, પતિપાપને કરે છે= ભર્તાને મારે છે, જે પ્રમાણે આ પ્રદેશી રાજા સૂર્યકાંતા વડે તે પ્રકારે=વિષ આપવાના પ્રકારથી હણાયો, આ પણ કથાનક પહેલાં કહેવાયેલું છે. ૧૪૮ ભાવાર્થ :
કેટલાક જીવોને સ્ત્રીનો રાગ અતિશય હોય છે, તેનો ત્યાગ અતિ દુષ્કર હોય છે. તેના કારણે ધર્મને અભિમુખ સુંદર ચિત્ત હોવા છતાં સંયમયોગમાં યત્ન કરવા સમર્થ બનતા નથી, એવા જીવોએ સ્ત્રીનો રાગ ત્યાગ કરવા માટે તેવાં જ દૃષ્ટાંતો વારંવાર ભાવન કરવાં જોઈએ; કેમ કે કર્મજન્ય વિચિત્ર રાગ અતિશય હોય ત્યારે કઈ રીતે પરાવર્તન પામે, તે નિયત નથી. વર્તમાનમાં પોતાના પ્રત્યે રાગવાળી પત્ની પણ ગમે તે નિમિત્તને પામીને અન્યત્ર રાગવાળી થાય છે, ત્યારે તે જ વિનાશનો હેતુ બને છે. આથી જ ઇન્દ્રિયવિકારના દોષથી વિનાશને પામેલી સૂર્યકાંતા પત્નીએ પ્રદેશી રાજાનો વધ કર્યો. આ પ્રકારે સૂક્ષ્મ દૃષ્ટિથી રાગની ચલચિત્તતાનું ભાવન કરવાથી પત્નીને મારા પ્રત્યે અત્યંત રાગ છે, તે બુદ્ધિથી વધતો પોતાનો રાગ નાશ પામે છે. તેનાથી સંયમને અનુકૂળ દૃઢ વ્યાપાર થઈ શકે છે. ll૧૪૮ અવતરણિકા :
पुत्रद्वारोद्देशेनाहઅવતરણિકાર્ય :પુત્રદ્વારના ઉદ્દેશથી કહે છે –
ગાથા :
सासयसुक्खतरस्सी, नियअंगसमुन्भवेण पियपुत्तो । जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ।।१४९।।