________________
૨૪૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૧-૧૫૨ એકવાર તેના વડે નૈમિત્તિક પુછાયો. મારું મરણ કોનાથી થશે ? તેણે કહ્યું – જેના સમીપપણાથી આ થાળમાં રહેલી દાઢો ખીર થશે, તેનાથી મરણ થશે. ત્યારપછી તેને જાણવા માટે તે થાળને સિંહાસન આગળ સ્થાપન કરીને અવારિત સત્ર=જેમાં કોઈને વારણ કરાતા નથી એવી દાનશાળા કરાવાઈ અને આ બાજુ નિમિત્તિકથી સૂચન કરાયેલ પુત્રીના પતિપણું હોવાથી મેઘનાદ વિદ્યાધર વડે સેવાતો સુભૂમ વૃદ્ધિને પામ્યો. તેણે માતાને પૂછ્યું – શું આટલો જ લોક છે ? તે વચનને સાંભળીને તેણી વડે ચડયું, તે બોલ્યો – માતા આ શું? તેણી વડે વૃત્તાંત કહેવાય. તેથી આ અભિમાનથી ગજપુર ગયો. દાનશાળાના મંડપમાં પ્રવેશ્યો. સિંહાસન પર બેઠો, ખીર બની ગયેલી દાઢોને ખાવાનો આરંભ કર્યો. તે રામ વડે સંભળાયું, સૈન્ય સહિત આવ્યો. ત્યારપછી સુભૂમના પુણ્યપ્રભાવથી પહેલાં ક્ષત્રિયના સમીપપણાથી જે પરશુ સળગતી હતી, તે બુઝાઈ. પ્રહાર કરતું સૈન્ય મેઘનાદથી ભગ્ન થયું. ગ્રહણ કરાયેલો છે થાળ એવો સુભમ ખાઈને પરશુરામ પ્રતિ ઉપસ્થિત થયો. તેનું અર્થાત થાળનું દેવતા વડે ચક્ર કરાયું. તેથી તેના વડે તેને હણીને રાજ્ય ઉપર બેસીને પૃથ્વીને એકવીસ વાર બ્રાહ્મણ વગરની કરીને સાતમી નરકમાં ગયો. /૧૫૧/ ભાવાર્થ :
કોઈ જીવને સ્વજન પ્રત્યે અત્યંત સ્નેહ હોય ત્યારે તેણે ભાવન કરવું જોઈએ કે સ્વજન પણ પોતાનું પ્રયોજન સિદ્ધ થતું ન હોય અથવા પ્રયોજન વિનાશ થતું હોય ત્યારે કઠોર બને છે અને કઠોર ભાષાવાળો બને છે. તેથી જ્યાં સુધી પોતાનું પ્રયોજન વિઘટમાન થતું નથી, ત્યાં સુધી તે સ્વજન અનુકૂળ રહે છે. જેમ રામ અને સુભૂમ પરસ્પર સ્વજન જેવા સંબંધવાળા હતા, તોપણ તે બન્નેએ પોતપોતાના પ્રયોજનનો વિનાશ થતો જોયો, ત્યારે એકબીજાના કુળનો ક્ષય કરવા માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળનો ક્ષય કર્યો. તેથી સ્વજન પણ ત્યાં સુધી જ સ્વજન છે, જ્યાં સુધી પોતાના પ્રયોજનમાં વિદ્ધભૂત જણાતો નથી. આ પ્રકારે ભાવન કરવાથી સ્વજન પ્રત્યેનો પ્રતિબંધ ક્ષય થાય છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ દૃઢ થાય છે. ૧પવા અવતરણિકા :
यतोऽदः स्वजनस्नेहपर्यवसानमतःઅવતરણિકાર્ય :
જે કારણથી સ્વજનના સ્નેહનું પર્યવસાત આ છે=ગાથા-૧૪૪થી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ છે, આથી શું ? એથી કહે છે – ભાવાર્થ -
ગાથા-૧૪૪માં માતા-પિતા આદિ સ્નેહનાં સ્થાનો ગ્રહણ કરીને દ્વાર ગાથા બતાવી. ત્યારપછી માતાપિતા આદિ કઈ રીતે અનર્થનાં કારણ બને છે, તે દરેક વાર બતાવ્યાં. તેનાથી ફલિત થાય કે માતાપિતા આદિ સ્વજનનો સ્નેહ ત્યાં સુધી છે કે જ્યાં સુધી પોતાને તેમનાથી વિપરીત રુચિ નથી. આથી