________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૩–૧૫૪
ગાથાર્થ -
રૂપથી, યૌવનથી, કન્યાઓથી, સુખોથી, ઘરની લક્ષ્મીથી સુવિહિત સાધુઓ લોભ પામતા નથી જ, દૃષ્ટાંત જંબુ નામવાળાનું છે. ૧૫૩॥
૨૪૭
ટીકા ઃ
रूपेण सुन्दरेण हेतुभूतेन, तथा यौवनेनोदग्रेण, चशब्दात्कलाभिश्च कन्याभिः सुगुणाभिः सुखैः सातैर्गृहश्रिया च न नैव लुभ्यन्ति लोभं यान्ति सुविहिताः साधवः, निदर्शनं दृष्टान्तो जम्बूनाम કૃતિ । થાન પ્રાથિતમ્ ।।શ્યરૂ
ટીકાર્ય :
रूपेण પ્રાવથિતમ્ ।। હેતુભૂત એવા સુંદર રૂપથી અને ઉદગ્ર યૌવનથી, ચ શબ્દથી કલાઓથી, સુગુણ એવી કન્યાઓથી, સુખોથી અને ગૃહની લક્ષ્મીથી સુવિહિત સાધુઓ લોભને પામતા નથી. દૃષ્ટાંત જંબુકુમાર નામવાળા છે, કથાનક પૂર્વમાં કહેવાયેલું છે. ૧૫૩॥
ભાવાર્થ :
.....
મોક્ષના અર્થી સાધુઓ રાગના સ્થાનભૂત માતા-પિતાદિ સર્વ કુટુંબીઓનો પોતાના પ્રત્યે ગમે તેટલો ઉત્કટ સ્નેહ હોય તોપણ ક્યારે વિપરીત પરિણમન પામે તે કહી શકાય નહિ, તે પ્રકારે ભાવન કરીને ગાથા-૧૫૨માં કહ્યું તેમ સર્વથા અનિશ્રાથી વિહરે છે અને તેમાં દૃઢ યત્ન હોવાને કારણે કોઈકનું સુંદર રૂપ જોવામાં આવે તોપણ સ્ટેજ પણ સ્નેહનો પરિણામ થતો નથી. કોઈના ઉગ્ર અર્થાત્ ખીલેલા યૌવનને જોઈને સ્નેહનો પરિણામ થતો નથી. કોઈક જીવ પાસે અનેક પ્રકારની કળાઓ જોઈને પ્રીતિ થતી નથી. વળી ગુણવતી સુંદર કન્યા જુએ તોપણ તેના પ્રત્યે પ્રીતિ થતી નથી. વળી આકુળતા ન કરે તેવા શાતાના સુખમાં પણ પ્રીતિ થતી નથી. વળી કોઈની વિશાળ ગૃહલક્ષ્મી જુએ તેમાં લેશ પણ પ્રીતિ થતી નથી. આ રીતે સુવિહિત સાધુઓ સર્વત્ર નિઃસંગભાવને તે રીતે સ્થિર કરે છે કે જેથી ઇન્દ્રિયોનો કોલાહલ શાંત રહે છે. તેમાં જંબુસ્વામી દૃષ્ટાંત છે – વિશાળ લક્ષ્મી સાથે આવેલી સુંદર કન્યાઓને, તેણીઓના રૂપને-યૌવનનેકળાઓને જોઈને દીક્ષા માટે તત્પર થયેલા જંબુસ્વામી લેશ પણ સ્નેહના પરિણામવાળા થયા નહિ. આ પ્રકારે ભાવન કરીને સુસાધુઓ તેવા ચિત્તના નિર્માણ માટે સદા ઉદ્યમ કરે છે. II૧૫૩॥
અવતરણિકા :
अत एवैहिकसुखनिष्पिपासेन सुगुरुनियन्त्रितबहुसाधुमध्ये स्थातव्यमिति उपदिदृक्षुस्तत्कारिद्वारेणाहઅવતરણિકાર્ય :
આથી જ=સુવિહિત સાધુ રૂપાદિથી લોભાતા નથી આથી જ, ઐહિક સુખની તૃષ્ણા વગરના મહાત્માએ સુગુરુથી નિયંત્રિત એવા ઘણા સાધુઓની મધ્યમાં રહેવું જોઈએ. એ પ્રમાણે ઉપદેશ