________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧પ૪
૨૪૯ અવતંસક પણ=પ્રધાનપણાથી તેના તિલકભૂત પણ, મુનિવૃષભો=શ્રેષ્ઠ યતિઓ, શું એથી કહે છે – થતિઓનો સંઘટ્ટ=સારણા-વારણાદિરૂપ સંઘટ્ટ અથવા સાંકડી જગ્યામાં શરીર સંબંધી અથડામણ, ઘણા લોકો=જુદા જુદા દેશના થયેલા સાધુ લોકો તેના કરનારાપણાથી છે જેમાં તે તેવા છે=બહુજન થતિ સંઘટ્ટવાળા છે. બહુજન એવો આ યતિસંઘટ્ટ એ પ્રમાણે સમાસ છે, તેને મેઘકુમારની જેમ સહન કરે છે. આમાં કથાનક –
રાજગૃહમાં શ્રેણિક રાજાની અભયકુમારથી આરાધના કરાયેલા દેવથી પુરાયેલા મેઘના કારણે થનારા દુષ્ટ દિવસના દોહલાવાળી ભાર્યા ધારિણીના પુત્ર મેઘકુમારે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. સાંકડી વસતિમાં બારણે અપાયો છે સંથારો જેને એવો તે સાધુઓ વડે પગથી સ્પર્શ કરાયેલો શિક્ષકપણું હોવાથી=નવદીક્ષિતપણું હોવાથી, વિચારવા લાગ્યો – ગૃહી એવા મને પ્રિયવચન આદિ ઉપચાર કરતા હતા. હવે આ પ્રમાણે મને પરાભવ કરે છે. તેથી ગૃહસ્થપણું સારું, એ પ્રમાણે ભાંગેલા ચિત્તવાળો સવારે ભગવાનને વંદન કરવા ગયો. વંદન કરીને ઊભેલો ભગવાન વડે કહેવાયો – મેઘકુમાર ! તારો અભિપ્રાય વિપરીત છે. તું સ્મરણ કરતો નથી, જે કારણથી આનાથી ત્રીજા ભવમાં હાથી છતો તું દાવાનળના ભયથી નદીમાં પ્રવેશ કરતો કાદવમાં ખેંચી ગયેલો, પહેલાં કદર્થના કરાયેલા હાથી વડે બે દાંતથી ભેદાયેલો સાતરાત્રિથી મહાદુઃખથી મર્યો. વળી હાથીપણાથી ઉત્પન્ન થયો, થયેલા જાતિસ્મરણવાળા તારા વડે દાવાનળથી રક્ષણ માટે ઈંડિલત્રય વનસ્પતિ આદિ રહિત શુદ્ધ જગ્યા કરાઈ, દાવાનળ લાગે છતે દોડતા પશુસમૂહ વડે જોવાયેલું તે ઈંડિલત્રય પશુના સમૂહ વડે પુરાયું. તું કોઈક રીતે પ્રવેશ્યો, કાન ખણવાને માટે ઊંચા કરાયેલા પગવાળા તારા વડે નીચે સસલો જોવાયો. દયાથી તું તેમ જ=ઊંચા કરેલા પગવાળો, રહ્યો. ત્રણ રાત્રિ વડે મર્યો. શ્રેણિકના પુત્રભાવથી થયો. આનેઆ કથનને, સાંભળીને આને=મેઘકુમારને, જાતિસ્મરણ સહિત પશ્ચાત્તાપ થયો. ભગવાનના ચરણમાં પડ્યો અને બોલ્યો - આજથી માંડીને સર્વ અવયવોમાં સાધુઓનાં ચરણો વડે મર્દન કરાતે છતે મારે મનનું દુષ્કૃત કરવું નહિ અને તે મહાત્મા વડે તે વચન નિર્વહન કરાયું. અત્યંત દીર્થ સંયમ પર્યાયને પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ૧૫૪ll ભાવાર્થ :
સ્યાદ્વાદની ઉચિત વિચારણા કરીને હિતાનુકૂલ, ઉચિત પ્રવૃત્તિ કરનારા માર્ગાનુસારી દૃષ્ટિવાળા સાધુઓ માતા આદિ સ્વજનોનો સ્નેહ કેવો ચલ છે ? તેની ઉચિત વિચારણા કરે છે તેનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું. તે રીતે સુસાધુ ભાવન કરીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે, એવા જીવો ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે માતા-પિતા આદિ સાથે વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થાય, તે રીતે તેમના ઉપકારને યાદ કરીને વર્તે છે અને સંસારના સર્વ સંબંધો અત્યંત ચલ છે, કેવલ સ્વાર્થ ઉપર જીવે છે, તેમ ભાવન કરીને સર્વત્ર સ્નેહના સંબંધોને તોડવા માટે યત્ન કરે છે અને સંયમનું બળ સંચય થાય તો ગૃહવાસનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. તેવા મુનિવૃષભો ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય અને ઉત્તમ કુળને કારણે સર્વત્ર સહજ માન-સન્માન મળતું હોય, પોતે બધાથી અધિક હોય, વળી રાજકુળમાં તિલકભૂત હોય, તેથી હું સત્કારને યોગ્ય છું, તેવી બુદ્ધિ નિર્માણ થયેલી હોય છતાં જે મુનિઓમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ છે, તેઓ રાજકુળ કે ઉત્તમ કુળ સંસારમાં અનિયત છે, તેમ ભાવન કરીને ગૃહસ્થ અવસ્થાના