________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૫
૨૫૧
અને સ્મારણા-વારણા-ચોદના થાય છે, ત્યાં=સારણાદિમાં, ક્યારેક કર્તવ્ય વિસ્તૃત હોતે છતે તારા વડે આ કરાયું નથી, એ પ્રમાણે સ્મારણા કરાય છે. અકર્તવ્યોનો નિષેધ વારણા છે, વારંવાર કહેવાયેલું પણ નહિ કરતે છતે કઠોર-મધુર વચનથી પ્રવર્તાવવું ચોદના છે=કાંઈક કઠોર-કાંઈક મધુર વચનોથી પ્રવર્તન ચોદના છે અને ગુરુજનની આધીનતા છે. આ સર્વ ક્યાં છે ? એથી કહે છે ગણમાં=ગચ્છમાં છે; કેમ કે ગુરુજનને પૂછ્યા વગર ઉચ્છ્વાસને છોડીને કંઈ કરવાને માટે પ્રાપ્ત થતું નથી. ।।૧૫૫
-
ભાવાર્થ :
જે જીવો મોક્ષના અર્થી હોય, કલ્યાણના આશયથી સાધુપણું ગ્રહણ કરેલું હોય, તોપણ સર્વત્ર અસંગભાવને અનુકૂળ યત્ન કરવાનું સત્ત્વ જેઓમાં નથી, પરંતુ અનુકૂળતાપૂર્વક બાહ્ય આચરણાઓ કરીને હું સંસારસાગરથી તરીશ એવી મતિ છે, તેવા ક્ષુદ્ર જીવો ગચ્છમાં વસવા માટે અસમર્થ છે; કેમ કે ગચ્છમાં તેમને અનેક પ્રકારની બાધા જણાય છે. કયા પ્રકારની બાધા જણાય છે ? તે બતાવતાં કહે છે
નિવાસસ્થાનની વસતિ પરિમિત હોવાને કારણે અન્યોન્ય સંઘટ્ટ થાય છે, તેથી ગૃહસ્થઅવસ્થામાં જે રીતે સુખપૂર્વક રહી શકતા હતા, તેમ અનુકૂળ વસતિના અભાવથી રહી શકતા નથી. વળી ઇન્દ્રિયોને અનુકૂળ તુચ્છ સુખ પોતાને ગચ્છમાં મળતું નથી; કેમ કે ગુણવાન ગુરુ હંમેશાં ઇન્દ્રિયોના સંવર માટે પ્રેરણા કરે છે અને ગચ્છમાં સુસાધુઓ હંમેશાં બધી ઇન્દ્રિયોને સંવૃત્ત કરીને સર્વ પ્રવૃત્તિ કરે છે. તેથી ક્ષુદ્ર જીવો ઇન્દ્રિયનું સુખ નહિ મળવાથી વ્યાકુળ થાય છે, તેમ કલ્યાણના અર્થી તપને કરનારા પણ તેઓ ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે પોતાની ઇચ્છાનુસાર વિચરે છે. વળી ગચ્છમાં શરીરની પીડા પ્રાપ્ત થાય છે; કેમ કે સુગુરુના નિયંત્રણ નીચે પ્રવર્તતો ગચ્છ તે રીતે વસતિ આદિ નિર્દોષ ગ્રહણ કરે છે, તેથી ત્યાં અવશ્ય પરિષહોની પ્રાપ્તિ થાય, તેનાથી ત્રાસેલા ક્ષુદ્ર જીવો ગચ્છમાં વસી શકતા નથી. વળી ગચ્છમાં નિર્જરાને અનુકૂળ ઉચિત કૃત્યોમાં જીવને પ્રમાદ વર્તતો હોય ત્યારે અન્ય સુસાધુઓ તેને સ્મરણ કરાવે છે કે આ કર્તવ્ય તારે આ રીતે કરવું જોઈએ, જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય, કોઈક વખતે વિધિ અનુસાર ન થતું હોય અથવા સંયમની વૃદ્ધિનું કારણ ન હોય તેવું તે કૃત્ય હોય તો સુસાધુઓ તેને વારણ કરે છે. વળી, વારંવાર ઉચિત કૃત્યો કરવાનું કહેવા છતાં કોઈ સાધુ ન કરે તો ગીતાર્થ ગુરુ કે અન્ય સુવિહિત સાધુ કંઈક કઠોર કંઈક મધુર વચનો વડે તેને તે કૃત્ય કરવા પ્રેરણા કરે છે અર્થાત્ કહે છે કે આ પ્રમાણે પ્રમાદ કરીશ તો દુરંત સંસારની પ્રાપ્તિ થશે, માટે વિવેકી એવા તારે પ્રમાદ કરવો ઉચિત નથી. આ પ્રકારના સારણાદિ સુયોગ્ય જીવોને એકાંતે હિતકારી અને મધુર જણાય છે, પરંતુ જેઓની મતિ સ્વઇચ્છાનુસાર કરવામાં પ્રવર્તતી હોય તેમને તે સારણાદિ અસહ્ય બને છે. તેનાથી વ્યાકુળ થઈને તેઓ ગચ્છનો ત્યાગ કરે છે; કેમ કે કલ્યાણના અર્થી હોવા છતાં કષાયને પરવશ ક્ષુદ્ર પ્રકૃતિ શાંત થઈ નથી, માર્ગાનુસા૨ી સૂક્ષ્મ બુદ્ધિ પ્રગટી નથી, તેથી સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવામાં ધર્મ જણાય છે. વળી, ગચ્છમાં દરેક કાર્ય ગુરુજનને આધીન થાય છે. આ પ્રકારની પરાધીનતા શુદ્ર જીવોને ગચ્છમાં રહેવામાં બાધા કરે છે. વસ્તુતઃ ગુણવાન ગુરુ હિતાહિતનો વિચાર કરીને જેનાથી તે