________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૦
૨૪૧
ગાથા :
लुद्धा सकज्जतुरिआ, सुहिणो वि विसंवयंति कयकज्जा ।
जह चंदगुत्तगुरुणा, पव्वयओ घाइओ राया ।।१५०।। ગાથાર્થ :
લુબ્ધ થયેલા સ્વકાર્ય માટે ઉત્સાહવાળા કૃતકાર્યવાળા મિત્રો પણ વિસંવાદ કરે છે શત્રુ બને છે, જે પ્રમાણે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય વડે પર્વતક રાજા ઘાત કરાયો. ll૧૫o|| ટીકા :
लुब्धा लोभवन्तः स्वकार्यार्थं त्वरिताः सोत्साहाः स्वकार्यत्वरिताः सुहृदोऽपि विसंवदन्ति अन्यथा भवन्ति, कृतकार्या=निष्पादितप्रयोजनाः सन्तः, यथा चन्द्रगुप्तगुरुणा चाणक्येन पर्वतको म्लेच्छाधिपतिर्घातितो राजा । स हि तेन नन्दोच्छेदार्थं सुहत्त्वेन गृहीत्वानीतः, पश्चानिष्कासिते नन्दे अधिष्ठिते पाटलिपुत्रे, अभिषिक्ते चन्द्रगुप्ते राज्ञि, परिणते राज्ये, अयमर्धरा-ज्यहर इति नोपेक्षणीयः, प्रकाशं च मार्यमाणे स्यात्प्रकृतिविराग इत्यालोच्य विषभावितकन्यापरिणयन-द्वारेण मारितः पर्वतकश्चाणक्येन । तथान्योऽपि कृतकार्येण मार्यते सुहृदित्युपनयः ।।१५०॥ ટીકાર્ચ -
નુcથા .... સુવુિપનાઃ | લુબ્ધા=લોભવાળા, સ્વકાર્ય માટે ત્વરિત થયેલા=ઉત્સાહવાળા, કૃતકાર્યવાળા=નિષ્પન્ન કરેલા પ્રયોજનવાળા, છતા મિત્રો પણ વિસંવાદ કરે છે અન્યથા થાય છે= મારનારા થાય છે, જે પ્રમાણે ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય વડે સ્વેચ્છાધિપતિ પર્વતક રાજા ઘાત કરાયો -
તે=પર્વતક રાજા, તેના વડે–ચાણક્ય વડે, નંદના ઉચ્છદ માટે મિત્રપણાથી ગ્રહણ કરીને લવાયો, પાછળથી નંદ દૂર કરાયે છતે, પાટલિપુત્ર અધિષ્ઠિત કરાયે છતે, ચંદ્રગુપ્ત રાજા અભિષેક કરાયે છતે આ અર્ધ રાજ્યને હરણ કરનારો છે, એથી ઉપેક્ષા કરવી જોઈએ નહિ અને મરાતે જીતે પ્રજા વિરક્ત થશે,’ એ પ્રમાણે વિચારીને વિષથી વ્યાપ્ત થયેલી કન્યાને પરણાવવાના દ્વારથી ચાણક્ય વડે પર્વત મરાયો, તે પ્રકારે અન્ય પણ કરાયેલા કાર્યથી=સ્વાર્થ પૂર્ણ થવાથી, મિત્રને મારે છે, એ પ્રમાણે ઉપાય છે. ૧૫૦ના ભાવાર્થ :
કેટલાક જીવોને મિત્રો પ્રત્યે સ્નેહનો અતિશય હોય છે, કેમ કે જીવના ચિત્રકર્મને કારણે જીવમાં ચિત્ર પ્રકારના રાગ ઉદ્ભવે છે, તેથી તે પ્રકારના રોગને કારણે તેમને મિત્રો પ્રત્યે ગાઢ સ્નેહ હોય છે અને ગાઢ સ્નેહને કારણે તેમને સદા મિત્રો જ હિતરૂપ જણાય છે અને તેમની સાથે સ્નેહસભર