________________
૨૩૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪પ
ગાથાર્થ :
નિજ મતિવિકલ્પિત પ્રયોજન નહિ પુરાયે છતે માતા પુત્રને કષ્ટ કરે છે, જે પ્રમાણે ચુલની બ્રહ્મદતને કષ્ટ કરે છે. ll૧૪ull ટીકા :
माता-जननी निजकमतिविकल्पिते स्वीयबुद्धिचर्चिते अर्थेप्रयोजनेऽपूर्यमाणेऽसम्पद्यमाने पुत्रस्य करोति व्यसनमापदं, चुलनी यथा ब्रह्मदत्तस्येत्यक्षरार्थः ।
कथानकमधुना-मृते ब्रह्मराजे तत्पत्नी चुलिनी दीर्घनाम्ना तन्मित्रेण सह विनष्टा । विज्ञाता धनुमन्त्रिणा, व्युत्पादितस्तेन तत्सुतो ब्रह्मदत्तः काककोकिलादिसङ्ग्रहणदर्शनेन, दत्तश्च सहचरस्तस्य वरधनुरात्मतनयः । तयापि कुतश्चिद् ज्ञात्वा तं व्यतिकरं चिन्तितं भविष्यति मे रतिविघ्नः ततोऽमुमेव ब्रह्मदत्तं व्यापादयामीति जनापवादक्षालनार्थमुद्वाहितः काञ्चित्कन्यकां, प्रवेशितः पूर्वरचिते जतुगृहे, दापितोऽलक्षितोऽग्निः, मन्त्रिणा प्राग्रचितप्रयोगेण निष्कासितो भूमिखातेन गतो देशकाનિત્તિ ૨૪૧ ટીકાર્ચ -
માત=ગનની સેવાનિવરિ I માતા=જનની, નિજ મતિવિકલ્પિત અર્થ નહિ પુરાયે છ0= પોતાની બુદ્ધિથી ચર્ચિત એવું પ્રયોજન અપ્રાપ્ત થયે છતે, પુત્રના વ્યસનને=આપત્તિને કરે છે. જે પ્રમાણે બ્રહ્મદત્તને ચુલની, એ પ્રમાણે અક્ષરાઈ છે. હવે કથાનક –
બ્રહ્મરાજ મૃત્યુ પામે છતે તેની પત્ની ચુલની દીર્ઘ નામના મંત્રી સાથે વિનષ્ટ થઈ=વ્યભિચારિણી થઈ, ધનુ મંત્રી વડે જણાઈ, તેના વડે તેનો પુત્ર બ્રહ્મદત્ત કાગડો-કોયલ આદિ સંગ્રહણકના દર્શન વડે જણાવાયો અને પોતાનો પુત્ર વરધનુ તેને સહચર અપાયો, તેણી વડે પણ ક્યાંકથી તે વ્યતિકરને જાણીને વિચારાયું. મને રતિમાં વિન થશે, તેથી આ જ બ્રહ્મદત્તને મારી નાખ્યું અને જનઅપવાદ ધોવા માટે કોઈક કન્યાને પરણાવાયો. પૂર્વે રચાયેલા લાક્ષાગૃહમાં પ્રવેશ્યો. નહિ જણાયેલો અગ્નિ અપાયો, મંત્રી વડે પણ પૂર્વે રચાયેલા પ્રયોગ વડે કઢાયો, ભૂમિખાતથી સુરંગથી, દેશકાલિકપણાથી ગયો. 7/૧૪પ ભાવાર્થ -
માતા લાલન-પાલન કરીને બાળકને મોટો કરે છે અને બહુલતાએ પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ હોય છે. તેથી પુત્રને પણ માતા પ્રત્યે અતિસ્નેહ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને વિવેકી પુત્ર માતાના ઉપકારને સ્મરણ કરીને તેની સાથે અવશ્ય ઉચિત વર્તન કરે. આમ છતાં આત્મહિત સાધવામાં માતાનો સ્નેહ વિજ્ઞભૂત થતો હોય તો સંયમ ગ્રહણ કર્યા પછી પણ તે સ્નેહના તાંતણા દૂર થતા નથી, તેના નિવારણનો ઉપાય પ્રતિપક્ષ ભાવના છે અને તેમાં પણ વર્તમાન જન્મના અનર્થોનું ભાવના અનુભવ અનુસાર કરવામાં