________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૦-૧૪૧
૨૭
ટીકા :
तथा पूर्वं जन्मान्तरे किं न कृतं येन न बाधते=न पीडयति, कुशलकर्मणा हेतुभूतेन, 'मे त्ति' मां समर्थोऽपि प्रभविष्णुरपि, आस्तां नीचादिः अतो ममैवायं दोषः, न कदर्थयितुः, इदानीं किं कुप्यामः किमिति निष्कारणं क्रुध्यामः ?, कस्य चोपरि कुप्याम इति पर्यालोच्य धीरा મહાત્માન, “ગપુષ્યિજી રિ' વિદ્વતા ભવન્તતિ પા૨૪૦પા. ટીકાર્ય :
તથા પૂર્વ ..... મવતિ છે તે પ્રકારે પૂર્વમાં=જન્માંતરમાં, શું નથી કરાયું ? જેના વડે હેતુભૂત એવા કુશલ કર્મ વડે, બાધા ન કરે=સમર્થ એવો પણ મને પીડા ન કરે, નીચ આદિ દૂર રહો=નીચ આદિ દૂર રહો, સમર્થ પણ મને પીડા ન કરે, આથી=જન્માંતરમાં મેં કુશલ કર્મ કર્યું નથી. આ મારો જ દોષ છે અર્થાત્ મને આ આક્રોશ કરે છે, તેમાં મારો જ દોષ છે, કદર્થના કરનારનો નહિ, હમણાં કેમ કોપ કરીએ?=કયા કારણથી વિષ્કારણ કોપ કરીએ ? અથવા કોના ઉપર કોપ કરીએ ? એ પ્રમાણે પર્યાલોચન કરીને ધીર એવા મહાત્માઓ અવિઘલ થાય છે. II૧૪૦ ભાવાર્થ -
સિંહને જેમ પદાર્થને વાસ્તવિક જોવાની દૃષ્ટિ છે, તેથી સિંહ પોતાની ઉપર તીર મારનારનો નાશ કરવા તત્પર થાય છે, પરંતુ આવેલા બાણ ઉપર કોપ કરતો નથી, તેમ જે મહાત્મામાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ થઈ છે, તેઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. તેથી વિચારે છે કે મને કોઈપણ જીવ આક્રોશ કરે છે તથા પ્રકારના મારા પૂર્વકર્મની પ્રેરણાથી આક્રોશ કરે છે. જો પૂર્વમાં મેં તેવું કર્મ બાંધ્યું ન હોત તો મને આક્રોશ કરત નહિ, વસ્તુતઃ પૂર્વભવમાં જો મેં તેવું કુશલ કર્મ કર્યું હોત તો અસમર્થ પુરુષ તો મને પીડા કરત નહિ, પરંતુ સમર્થ પુરુષ પણ મારા તે પ્રકારના કુશલ કર્મથી હણાયેલી બુદ્ધિવાળો થવાથી મને ક્યારેય ઉપદ્રવ કરી શકે નહિ અને વર્તમાનમાં મને જે ઉપદ્રવ થાય છે, તેમાં મારા પૂર્વકર્મનો જ દોષ છે, તેથી અર્થથી મારો જ દોષ છે, કદર્થના કરનારનો નહિ; કેમ કે મારાં તેવા કર્મોથી પ્રેરાઈને જ કદર્થના કરનારને તેવી બુદ્ધિ થઈ છે, માટે કદર્થના કરનાર ઉપર હું કેમ નિષ્કારણ કોપ કરું ? તે પ્રમાણે તત્ત્વને વિચારવામાં ધીર પુરુષો સર્વ પ્રકારના ઉપદ્રવોમાં અવિહ્વળ થાય છે અર્થાત્ તત્ત્વના ભાવનને કારણે સમભાવને અનુકૂળ તેઓનું સત્ત્વ આક્રોશના નિમિત્તને પામીને અતિશયિત થાય છે. જેથી વિપુલ નિર્જરાને પ્રાપ્ત કરે છે. આથી ઘાણીમાં પિલાતા મહાત્માઓ તે પિલાવાની ક્રિયા નિમિત્તે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શક્યા. ૧૪ના અવતરણિકા - तदेवं द्वेषिणि द्वेषत्यागोऽभिहितः, अधुनानुरागिण्यपि स्वजनादिके रागत्यागं दृष्टान्तेनाह