________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૧-૧૪૨
૨૨૯
વિરક્ત થયેલા ચિત્તવાળા ઘણા ઉપાયો વડે પિતાને સમજાવીને દીક્ષા અંગીકાર કરી. પિતાએ પણ સ્નેહના અતિરેકથી પહેલા દિવસથી માંડીને આપ્ત પુરુષ વડે સફેદ છત્ર ધારણ કરાવ્યું. ક્રમ વડે સ્વીકારાયો છે જિનકલ્પ એવા આ કાંચી નગરીમાં ગયા, ગોચરીએ ગયેલા બાલકાળથી લવાયેલી સુનંદા નામની અત્યંત નાની બહેન વડે જોવાયા, તેથી હૃદયમાં સ્કુલો કહેવાય છે બંધુભાવ જેણી વડે એવી લાંબા વખત સુધી સ્નિગ્ધ દષ્ટિથી જોતી એવી તેણીને ઓળખતા પણ સ્નેહના લેશથી પણ નહિ સ્પર્શાવેલા ચિત્તવાળા આ મુનિ નીકળ્યા અને ખરેખર ઈર્ષાથી તેના પતિ વડે મરાયા. તેણી પણ વ્યતિકરને જાણીને ગ્રહ ગ્રહણ કરાયેલી છતી મંત્રીઓ વડે જુદા જુદા ઉપાયોથી સ્વસ્થ કરાઈ. l/૧૪૧// ભાવાર્થ :
સાધુએ જેમ આક્રોશાદિમાં વિહ્વળ થવું જોઈએ નહિ, તેમ અનુરાગી પણ સ્વજનાદિ પ્રત્યે સ્નેહના પરિણામથી લેશ પણ નિરીક્ષણ કરવું જોઈએ નહિ, પરંતુ અંતરંગ સ્નેહનો પરિણામ સ્કુરણ ન થવા દેતાં અસંગભાવની વૃદ્ધિ થાય તેવો જ યત્ન કરવો જોઈએ, તેમાં સ્કંદકુમારનો પ્રસંગ બતાવે છે –
સ્કંદકુમારના પિતા પુત્ર પ્રત્યે અત્યંત રાગવાળા હતા, તેથી ઘણા ઉપાયોથી પિતાને સમજાવીને કુંદકુમારે દીક્ષા લીધી, તોપણ પુત્રના સ્નેહથી પિતા આપ્ત પુરુષ વડે તેના મસ્તક ઉપર છત્ર ધારણ કરાવે છે, તોપણ સ્કંદકુમારને પિતા પ્રત્યે લેશ પણ સ્નેહનો પાશ નથી. ત્યારપછી અમ્મલિત જિનવચનાનુસાર સંયમમાં ઉદ્યમ કરીને અંતે જિનકલ્પને સ્વીકારે છે. વિહાર કરતા તે કાંચી નગરીમાં ગયા. ગોચરીએ ગયેલા નાની બહેન વડે જોવાયા, બહેન તેને અત્યંત સ્નેહ દૃષ્ટિથી જુએ છે, તેણીને ઓળખી જવા છતાં તે મહાત્માને બહેન પ્રત્યે લેશ પણ સ્નેહનો પરિણામ થતો નથી. માત્ર જિનકલ્પમાં પ્રતિબદ્ધ માનસવાળા તે મુનિ નિઃસંગભાવથી વિચરે છે, ત્યારે બહેનના પતિએ પોતાની પત્નીનો સ્કંદ મુનિ પ્રત્યે સ્નેહભાવ જોઈને તેમને મારી નંખાવ્યા, તોપણ સર્વત્ર મુનિ નિઃસ્પૃહી રહ્યા. તેમનું દૃષ્ટાંત ગ્રહણ કરીને સુસાધુએ પણ સ્વજનના પાશમાં પ્રતિબદ્ધ થવું જોઈએ નહિ. II૧૪૧૧ અવતરણિકા :
साम्प्रतममुमेवार्थं दृढयवाहઅવતરણિકાર્ય :
હવે આ જ અર્થને-સાધુએ સ્વજનાદિમાં રાગનો ત્યાગ કરવો જોઈએ એ અર્થને, દઢ કરતાં કહે છે –
ગાથા :
गुरु गुरुतरो य अइगुरु, पियमाईअवच्चपियजणसिणेहो । चिंतिज्जमाणगुविलो, चत्तो अइधम्मतिसिएहिं ।।१४२।।