________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૪૨–૧૪૩
૨૩૧
થાય છે. આથી અતિધર્મની તૃષાવાળા એવા મહાત્મા વડે દુષ્કર પણ પ્રિયજનનો સ્નેહ ત્યાગ કરાયો, જો કે તુચ્છ પ્રકૃતિવાળા જીવોને માતા-પિતાદિ કે પુત્રાદિ પ્રત્યે પણ તેવો સ્નેહ હોતો નથી, પરંતુ પોતાના દેહની શાતા પ્રત્યે અતિ સ્નેહ હોય છે અને પોતાને જે અતિ અનુકૂળ વર્તે, તેના પ્રત્યે સ્નેહ થાય છે અને તે અનુકૂળ વર્તનાર પણ પ્રતિકૂળ વર્તે તો સ્નેહ નાશ પામે છે. એટલું જ નહિ પણ અનુકૂળ વર્તનાર પણ સ્વબુદ્ધિથી પ્રતિકૂળ જણાય તો સ્નેહ નાશ પામે છે. તેઓનો સ્નેહનો અભાવ તત્ત્વના પર્યાલોચનથી થયેલો નથી, પરંતુ અતિ સ્વાર્થમાંથી ઉત્પન્ન થયેલો તેમનો સ્નેહ તે વ્યક્તિ પ્રત્યે ઉત્કટ નહિ હોવાથી અને પોતાના સ્વાર્થના કારણભૂત ધનાદિ પ્રત્યે કે દેહાદિ પ્રત્યે ઉત્કટ હોવાથી નાશ પામે છે. આવા પણ જીવો અતિધર્મની તૃષાવાળા થાય તો જ તે પ્રકારનું તુચ્છ માનસ અને વિષયો પ્રત્યેનો સ્નેહ છોડી શકે છે, પરંતુ જેઓમાં માત્ર બાહ્ય સંયમ પાળવાની મનોવૃત્તિ છે અને રાગાદિના ઉન્મેલનને અનુકૂળ દઢધર્મની લંપટતા પ્રગટી નથી, તેવા સાધુઓને અનુકૂળ વિષયોના સ્નેહનો ત્યાગ કરવો દુષ્કર છે.ll૧૪રા અવતરણિકા :
તથાદિઅવતરણિકાર્ય :
તે આ પ્રમાણે ધર્મની અતિ તૃષાવાળા મુનિઓ વડે તેવા સ્નેહનો ત્યાગ કરાયો છે, એમ પૂર્વમાં કહ્યું તે આ પ્રમાણે છે – ગાથા -
अमुणियपरमत्थाणं, बंधुजणसिणेहवइयरो होइ ।
अवगयसंसारसहावनिच्छयाणं समं हिययं ।।१४३।। ગાથાર્થ :
નહિ જણાયેલા પરમાર્થવાળા જીવોને બંધુજનના સ્નેહનો પ્રસંગ હોય છે, જણાયેલા સંસાર સ્વભાવના નિશ્ચયવાળા મહાત્માનું હૃદય સમાન હોય છે સર્વત્ર રાગ-દ્વેષ રહિત હોય છે. ll૧૪૩ ટીકા :___ अमुणितपरमार्थानामज्ञाततत्त्वानां बन्धुजनस्नेहव्यतिकरः स्वजनानुरागसम्बन्धो भवति । अवगतो ज्ञातः संसारस्वभावस्य भवस्वरूपस्य विशरारुरूपतया निश्चयो निर्णयो येषां ते तथा, तेषां पुनः समं=तुल्यं स्नेहद्वेषरहितं हृदयं सर्वत्र भवतीति ।।१४३।। ટીકાર્ય :
ગણિત .... મવતીતિ અમુણિત પરમાર્થવાળા જીવોને=અજ્ઞાત તત્વવાળા જીવોને, બંધુજનના સ્નેહનો વ્યતિકર=સ્વજનના અનુરાગનો સંબંધ, થાય છે, અવગત છે=જ્ઞાત છે સંસારનો સ્વભાવ