________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૩-૧૨૪
૨૦૫
મરણરૂપ સાગરથી ઉતારનાર, જિતવચનમાં=સર્વજ્ઞભાષિત વચનમાં, હે ગુણાકર શિષ્ય ! ક્ષણ પણ=સ્વલ્પકાળ લવ પણ, પ્રમાદ=શૈથિલ્યને, તું કર નહિ, પરંતુ તેના ગ્રહણથી-જિનવચતતા ગ્રહણથી, તેના કહેવા અનુષ્ઠાનના કરણમાં ઉદ્યોગને તું કર, ગુણાકર એ સંબોધન કેમ કહ્યું ? એ સ્પષ્ટ કરે છે –
જ્ઞાનાદિ ઉત્પત્તિનું સ્થાન એવા હે શિષ્ય ! એ પ્રકારે ઉત્સાહ કરવા માટે બહુમાન સહિત શિષ્યને આમંત્રણ છે. ll૧૨૩ ભાવાર્થ :
અનંતકાળથી જીવ સંસારમાં હોવા છતાં અત્યાર સુધી ભગવાનનું વચન પ્રાપ્ત કરી શક્યો નથી, તેથી કોઈક રીતે જિનનું વચન પ્રાપ્ત થયા પછી પ્રમાદ કરે તો લાખો ભવ સુધી તેની પ્રાપ્તિ દુર્લભ થાય છે, વળી તે જિનવચન જન્મ-જરા-મરણરૂપ સાગરમાંથી બહાર કાઢીને મોક્ષતટને પ્રાપ્ત કરાવે તેવું છે; કેમ કે સંસારસાગરના પરિભ્રમણનું બીજ અજ્ઞાન છે, તેના કારણે બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષથી જન્ય કષાયોનું કાળુષ્ય છે અને જેઓ જિનવચનના પરમાર્થને જોનારા છે, તેઓને જિનવચન કઈ રીતે જિનતુલ્ય થવાનું કારણ છે, તેનું રહસ્ય દેખાય છે તેવા જીવો જિનવચનના પરમાર્થને જાણ્યા પછી પણ જો પ્રમાદ કરે તો પ્રાપ્ત થયેલું જિનવચન ઘણા ભવો સુધી પ્રાપ્ત થાય નહિ, તેથી શિષ્યને ઉત્સાહિત કરવા માટે કહે છે – હે ગુણાકર ! શિષ્ય ! જિનવચનને પ્રાપ્ત કર્યા પછી તેના સૂક્ષ્મ રહસ્યને પ્રાપ્ત કરવા માટે અને તેનાથી થયેલા બોધ અનુસાર ઉચિત યત્ન કરીને મોહ નાશ કરવા માટેના ઉદ્યમમાં તે લેશ પણ પ્રમાદ કર નહિ; કેમ કે જો પ્રમાદવશ આ મનુષ્યભવ પૂર્ણ થશે તો ફરી જિનવચનની પ્રાપ્તિ અતિદુર્લભ થશે.
આનાથી એ ફલિત થાય કે જે જીવોને જે પ્રકારની મન-વચન-કાયાની શક્તિ પ્રાપ્ત થઈ છે અને જે પ્રકારે પદાર્થને જાણવાને અનુકૂળ મતિજ્ઞાનનો ક્ષયોપશમ છે, તે મતિજ્ઞાનથી વૈર્યપૂર્વક જિનવચનને જાણવા માટે યત્ન કરવો જોઈએ અને જિનવચન કઈ રીતે સર્વ અનુષ્ઠાનો વીતરાગતાનું કારણ બને તે રીતે સાધવાનું કહે છે, તેના પરમાર્થને જાણીને શક્તિ અનુસાર તે બોધને સ્થિર કરવો જોઈએ અને પોતાની શક્તિનું આલોચન કરીને પોતાની શક્તિ અનુસાર તે તે ઉચિત અનુષ્ઠાન સેવવું જોઈએ. જેથી ગુણની વૃદ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલું જિનવચન કલ્યાણનું કારણ બને. II૧૨૩ અવતરણિકા :प्रमादस्य च रागद्वेषौ हेतू, यत आह
અવતરણિકાર્ય :
અને પ્રસાદના રાગ-દ્વેષ હેતુ છે, જે કારણથી કહે છે –