________________
૨૦૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૫-૧૨૬
રાગ-દ્વેષને વશ થઈ નરક-નિગોદમાં જાય છે, તેથી જીવનો અત્યંત નાશ કરનાર રાગ-દ્વેષ જ છે, વળી, જીવના સુખની પ્રાપ્તિનું પ્રબળ કારણ સમ્યક્ત અને ચારિત્ર ગુણ છે. તેની પ્રાપ્તિ પછી જીવો સદ્ગતિની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે, તેવા સમ્યક્ત અને ચારિત્ર ગુણને નાશ કરનારા પાપી એવા રાગ-દ્વેષના પરિણામો છે, તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેવા પાપી એવા રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ. જો તેને વશ થશો તો અંતરંગ ગુણ સંપત્તિનો નાશ થશે અને અત્યંત અનર્થની પરંપરાની પ્રાપ્તિ થશે, આ પ્રકારે ભાવન કરીને રાગ-દ્વેષના જય માટે યત્ન કરવો જોઈએ. ll૧૨પા અવતરણિકા :
किमित्यत आहઅવતરણિતાર્થ - કયા કારણથી રાગ-દ્વેષને વશ થવું જોઈએ નહિ ? એથી કહે છે –
ગાથા :
नवि तं कुणइ अमित्तो सुठु वि सुविराहिओ समत्थो वि । जं दोवि अणिग्गहिया, करंति रागो य दोसो य ।।१२६।।
ગાથાર્થ :
અતિશયથી પણ સુવિરાધિત એવો સમર્થ પણ અમિત્ર શત્રુ, તે અનર્થને કરતો નથી જ, જે અનર્થને અનિગૃહીત એવા રાગ અને દ્વેષ બન્ને પણ કરે છે. II૧૨ll ટીકા :
नापि नैव तत्करोति अमित्रः शत्रुः सुष्ठ्वप्यतिशयेनापि सुविराधितः प्रखलीकृतः समर्थोऽपि लब्धात्मलाभोऽपीत्यर्थः । तस्य तथाभूतस्याप्येकभविकमरणहेतुत्वात् । यत्किं ? द्वावप्यनिगृहीतावुच्छृङ्खलौ कुरुतो, रागश्च द्वेषश्च, चशब्दो द्वयोरपि तुल्यबलतां द्योतयति ।।१२६।। ટીકાર્ય :
ના નેવ ..... થોતિ અમિત્ર-શત્રુ, સુષુ પણ=અતિશયથી પણ, સુવિરાધિત=પ્રખલીકૃત, સમર્થ પણ=પ્રાપ્ત કરાયેલા આત્મસામર્થ્યવાળો પણ, તેનેeતે અનર્થ, કરતો નથી જ; કેમ કે તેવા પ્રકારના પણ તે શત્રુનું એકભવિકમરણહેતુપણું છે, તેનાથી શું? એથી કહે છે – બને પણ અતિગૃહીત–ઉર્ફેખક એવા, રાગ-દ્વેષ કરે છે=જીવોને અનર્થ કરે છે, ૫ શબ્દો=બન્ને પણ શબ્દો, બની પણ, તુલ્યબલતાને ઘોતિત કરે છે. ll૧૨૬ાા