________________
૨૧૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૭-૧૨૮
ટીકા :
इह लोके आयासं शरीरमनसोक्यामम्, अयशश्च अश्लाघां लोकतः कुरुते, गुणविनाशं च चरणादीनामिह लोक एव पूज्यत्वहेतूनां प्रलयं चेत्यर्थः । प्रसुवाते जनयतः परलोकेऽन्यजन्मनि नरकपातादिहेतुत्वात् शारीरमनोगतानि देहजमानसानि दुःखानीति ।।१२७।। ટીકાર્ચ -
ફુદ નોવે.... દુઃાનીતિ આ લોકમાં (રાગ-દ્વેષ) આયાસને=શરીર અને મનના વ્યાયામને કરે છે અને અયશનેત્રલોકથી અશ્લાઘાને, કરે છે અને ગુણના વિનાશને=આ લોકમાં જ પૂજ્યત્વના હેતુ એવા ચારિત્ર આદિના પ્રલયને, કરે છે અને પરલોકમાં=અન્ય જન્મમાં, તરકપાત આદિનું હેતુપણું હોવાથી શરીર અને મનોગત–દેહથી ઉત્પન્ન થયેલા અને માનસ દુઃખોને ઉત્પન્ન કરે છે. [૧૨મા ભાવાર્થ :
સંસારી જીવોને રાગ-દ્વેષ આ લોકમાં શરીરનો શ્રમ અને મનનો વ્યાયામ કરાવે છે. આથી જ સંસારી જીવો ધન આદિના રાગને વશ ધન મેળવવા માટે શારીરિક શ્રમ કરે છે અને અનેક પ્રકારે માનસિક શ્રમ કરે છે. વળી રાગી અને દ્વેષી જીવોને લોકો તેવા દુર્ગુણી રૂપે જુએ છે, તેથી અપયશ ફેલાય છે અર્થાત્ જુઓ આ અતિક્રોધી છે, અતિરાગી છે, તેમ અપયશ થાય છે. વળી કોઈક રીતે વિવેક પ્રગટ થવાને કારણે જીવમાં ચારિત્ર આદિ ગુણો પ્રગટ થયા હોય તો રાગ-દ્વેષ તેનો પણ વિનાશ કરે છે, આથી જ રાગ-દ્વેષને વશ થઈને ચૌદ પૂર્વધર નિગોદાદિ ક્લિષ્ટ ભવોમાં જાય છે.
વળી રાગ-દ્વેષને વશ થયેલા જીવોને પરલોકમાં શારીરિક-માનસિક દુઃખો પ્રાપ્ત થાય છે; કેમ કે રાગી-દ્વેષી જીવો ક્લિષ્ટ કર્મો બાંધીને નરકપાત આદિને પામે છે, ત્યાં તેઓ અનેક પ્રકારની કદર્થનાને પ્રાપ્ત કરે છે. ll૧૨ના અવતરણિકા :
एवं स्थितेઅવતરણિતાર્થ :
આ પ્રમાણે સ્થિત હોતે છત=રાગ-દ્વેષ આ લોકમાં અને પરલોકમાં અનર્થકારી હોતે છતે,
ગાથા :
धिद्धी अहो अकज्जं, जं जाणंतोवि रागदोसेहिं । फलमउलं कडुयरसं, तं चेव निसेवए जीवो ।।१२८ ।।