________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૯-૧૩૦
૨૧૩
અભાવને કારણે, સુલભપણું છે=સુખનું સુલભપણું છે, આથી જ=દુઃખ પ્રાપ્ત થાય નહિ અને સુખ સહજ વર્તે આથી, કોણ મોક્ષને પ્રાપ્ત ન કરે, જો રાગ-દ્વેષ ન હોય. II૧૨૯ ભાવાર્થ :
જે મહાત્માઓને નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે, તેઓને સ્પષ્ટ દેખાય છે કે મારામાં જો રાગ-દ્વેષ ન હોય તો મને કોઈ દુઃખ પ્રાપ્ત થાય નહિ; કેમ કે આકુળતા જ દુઃખ છે અને અનાકુળતા જ સુખ છે અને રાગ-દ્વેષ જેનામાં નથી, તેવા જીવને દેહનાં કષ્ટો પ્રાપ્ત થાય, સર્વ બાહ્ય સંયોગો પ્રતિકૂળ પ્રાપ્ત થાય, તોપણ દેહમાં રહેલો તેમનો આત્મા વીતરાગના વચનાનુસાર વીતરાગભાવને અનુકૂળ યતમાન હોય તો તેમને દુઃખ પ્રાપ્ત થાય નહિ. જેમ પૌષધમાં રહેલા સાગરચંદ્રના મસ્તક ઉપર શત્રુએ માટીની પાઘડી બનાવીને તેમાં અંગારા ભર્યા, તોપણ સાગરચંદ્ર દુઃખના હેતુનો અભાવ હોવાથી દુઃખને પામ્યા નહિ, પરંતુ કષાયોના ઉપશમભાવના સુખમાં તેઓ મગ્ન રહ્યા, તેથી જેઓનું ચિત્ત રાગ-દ્વેષના સંશ્લેષથી પર વર્તે છે, તેથી દેહને આશ્રયીને કે બાહ્ય પદાર્થોને આશ્રયીને ઇષ્ટ-અનિષ્ટના વિકલ્પો થતા નથી, પરંતુ માત્ર આત્માની નિરાકુળ અવસ્થા મને ઇષ્ટ છે, એ પ્રકારના અધ્યવસાયથી વીતરાગના વચનના બળથી ચિત્તને પ્રવર્તાવે છે, તેઓને દુ:ખના હેતુભૂત રાગ-દ્વેષનો અભાવ હોવાથી કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. વળી સંસારી જીવોને વિશિષ્ટ કોટીનું સુખ પ્રાપ્ત થાય છે, ત્યારે વિસ્મય થાય છે અર્થાત્ આશ્ચર્ય થાય છે કે હું પુણ્યશાળી છું કે મને આ સુખ પ્રાપ્ત થયું, પરંતુ જેઓનું ચિત્ત રાગ-દ્વેષથી પર છે, તેઓને સુખના બાધક રાગ-દ્વેષનો અભાવ હોવાથી નિરાકુળ અવસ્થાનું સુખ સુલભ હોય છે. તેથી બાહ્ય સુખને પામીને કોઈ વિસ્મય થતો નથી. એટલું જ નહિ, પરંતુ કષાયોના ઉપશમ માટે કંઈક યત્ન કર્યા પછી અહીં મને અપૂર્વ અનુભવ થાય છે, ઇત્યાદિ વાચાથી અભિવ્યક્ત થનાર આશ્ચર્યબુદ્ધિ પણ થતી નથી, પરંતુ રાગ-દ્વેષ વગર પોતાને સુખ સુલભ હોવાથી મૂર્ખની જેમ રાગ-દ્વેષ કરીને કષાયોની આકુળતા પ્રાપ્ત થાય, તેનાથી દૂર રહેવા યત્ન કરે છે.
જે જીવોને બાહ્ય પદાર્થમાં ક્યાંય રાગ-દ્વેષ નથી, પરંતુ વીતરાગના વચનાનુસાર રાગ-દ્વેષના ક્ષયમાં જ યત્ન વર્તે છે, તેવો કયો જીવ મોક્ષને પ્રાપ્ત કરતો નથી ? અર્થાત્ વર્તમાનમાં જ તેમનું ચિત્ત સર્વ ભાવોના સંશ્લેષથી મુક્તપ્રાય છે અને સર્વ કર્મરહિત મોક્ષ પણ તેમને અત્યંત આસન્ન છે. આવા પ્રકારના તત્ત્વને જાણનારા જીવો પણ જો શાસ્ત્રવચનથી ભાવિત થાય નહિ તો રાગ-દ્વેષને વશ અકાર્યને સેવે છે. II૧૨૯II અવતરણિકા -
तदिदं रागद्वेषावधिकृत्योक्तम्, अधुना तत्प्रकृतीरुद्दिश्याहઅવતરણિકાર્ય :
તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, રાગ-દ્વેષને આશ્રયીને કહેવાયું. હવે તેની પ્રકૃતિને ઉદ્દેશીને કહે છે=રાગ-દ્વેષવાળા જીવોની જે પ્રકૃતિ છે, તેને ઉદ્દેશીને કહે છે –