________________
૨૧૫
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૦-૧૩૧ છે; કેમ કે કષાયોની દુઃશીલતા હોવાને કારણે વર્તમાનમાં અનેક ક્લેશો પામે છે અને આગામીમાં અનેક ક્લેશોને પામશે. વળી અમાર્ગમાં ચરનારા છે સૂત્ર વિરુદ્ધ કૃત્યો કરનારા છે, તેથી સ્વમતિ અનુસાર રાગાદિથી આકુળ થઈને લોકમાં પૂજાવા માટે તે તે પ્રકારની શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે, આવા પ્રકારના જે સાધુ છે, તેઓ મસ્તકનો લોચ, તપ, સંયમની પડિલેહણ આદિ સર્વ ક્રિયાઓ રૂપ ફ્લેશકાળને નિષ્ફળ સેવે છે; કેમ કે તે ક્રિયાઓથી સાધ્ય કષાયોનું શમન છે અને તેઓની સર્વ પ્રવૃત્તિ કષાયોના શમનને અનુકૂળ નથી, પરંતુ કષાયની વૃદ્ધિને અનુકૂળ છે. તેથી સંયમનાં કષ્ટો પણ કષાયોની વૃદ્ધિના અંગભૂત જ છે, માટે તેઓનો સંયમનો સર્વ ક્લેશ એકાંતે નિષ્ફળ જ છે. જેમ વીર ભગવાનના શિષ્ય ગોશાળાનું સંયમ સર્વથા નિષ્ફળ હતું. II૧૩ના અવતારણિકા - જિગ્ય
અવતરણિકાર્ય - શિષ્ય દ્વારા રાગી-દ્વેષી જીવની અન્ય પ્રકૃતિ બતાવે છે – ગાથા :
कलहणकोहणसीलो, भंडणसीलो विवायसीलो य ।
जीवो निच्चुज्जलिओ, निरत्थयं संजमं चरइ ।।१३१।। ગાથાર્થ :
ક્લહનશીલ અને ક્રોધનશીલ, ભંડણશીલ અને વિવાદશીલ નિત્ય ઉજ્વલિત-ક્રોધથી ધમધમતો, જીવ નિરર્થક સંયમને આચરે છે. II૧૩૧il. ટીકા :
कलहनं राटिकरणं, क्रोधनं स्वपरयोः क्रोधजननं ताभ्यां शीलं समाधानं यस्य स तथा, तथा भण्डनशीलो लकुटादियुद्धसमाधानः, विवादशीलो राजकुलादौ व्यवहारे स्वरसप्रवृत्तिः, चशब्दः स्वगतानेकभेदद्योतकः । एवंविधो जीवो नित्योज्ज्वलितः सदा क्रोधामातो निरर्थकं निष्प्रयोजनं संयमं चरतीति ।।१३१।। ટીકાર્ય :
વદનં .... ઘરતીતિ . કલહત=રાટિકરણ, ક્રોધન=સ્વ-પરમાં ક્રોધને ઉત્પન્ન કરવો, તે બન્ને દ્વારા શીલ=સમાધાન, છે જેને તે તેવો છે=કલહનશીલ અને ક્રોધનશીલ છે અને લંડનશીલ=લાકડી આદિથી યુદ્ધ કરનારો, વિવાદશીલ=રાજકુલાદિ વ્યવહારમાં સ્વરસ પ્રવૃત્તિવાળો, ૨ શબ્દ સ્વગત