________________
૨૧૪
ગાથા :
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૦
माणी गुरुपडणीओ, अणत्थभूओ अमग्गचारी य । मोहं किलेसजालं, सो खाइ जहेव गोसालो ।। १३० ।।
ગાથાર્થ ઃ
માની, ગુરુપ્રત્યનીક, અનર્થથી ભરેલો અને અમાર્ગચારી એવો તે નિષ્ફળ ક્લેશ જાળને સેવે છે, જે પ્રમાણે ગોશાળો. ।।૧૩૦ના
ટીકા ઃ
मानी गर्वितो, गुरुप्रत्यनीक आचार्यप्रतिकूलः, अनर्थभूतो दुःशीलत्वादनेकापायपूरितः, अमार्गचारी उत्सूत्रकर्तव्यः, चशब्दः समुच्चये, एवंविधो यः स्यात् स किं ? मुधायां भवं मौघं निष्प्रयोजनमेव, एवशब्दस्येह सम्बन्धः, क्लेशजालं शिरस्तुण्डमुण्डनतपश्चरणादिकं खेदवृन्दं खादत्यात्मसात्करोति, तत्साध्यफलाभावात्, दृष्टान्तमाह, यथा गोशाल: पूर्वोक्तस्वरूप एवंगुणो भगवद्वीरशिष्याभास કૃતિ ।।૩૦।।
ટીકાર્ય :
માની પવિતો..... કૃતિ ।। માની=ગર્વિત, ગુરુપ્રત્યનીક=આચાર્યને પ્રતિકૂળ, અનર્થથી ભરેલો દુઃશીલપણું હોવાથી અનેક અપાયોથી પુરાયેલો, અમાર્ગચારી=ઉત્સૂત્રને સેવનારો, ચ શબ્દ સમુચ્ચયમાં છે. આવા પ્રકારનો જે સાધુ થાય તે શું ? મુધામાં થનાર મૌઘ અર્થાત્ નિષ્પ્રયોજન જ, ક્લેશજાલને=શિરમુંડન-તપ-ચારિત્ર આદિ ખેદના સમૂહને, આત્મસાત્ કરે છે; કેમ કે તેનાથી અર્થાત્ ક્લેશજાલથી સાધ્યળનો અભાવ છે. દૃષ્ટાંતને કહે છે જે પ્રમાણે ગોશાળો=આવા ગુણવાળો ભગવાન વીરના શિષ્યના આભાસવાળો. ।।૧૩૦।।
1
ભાવાર્થ ઃ
પૂર્વમાં રાગ-દ્વેષ કઈ રીતે અનર્થકારી છે, તે બતાવ્યું. એટલું જ નહિ, પણ વિવેકી જીવોને પણ રાગ-દ્વેષ અકાર્યમાં પ્રવર્તાવે છે, તેમ બતાવ્યું. હવે જેઓમાં વિવેક નથી અને રાગ-દ્વેષથી અત્યંત વાસિત મતિવાળા છે, તેઓ કેવી પ્રકૃતિવાળા છે, તે બતાવતાં કહે છે
-
કોઈક રીતે સંયમ ગ્રહણ કરેલ હોય, છતાં અતિ રાગ-દ્વેષવાળા જીવો માની હોય છે, તેથી અમે સાધુ છીએ, ત્યાગી છીએ, માટે લોકોએ અમારો આદર-સત્કાર કરવો જોઈએ, તેમ માને છે અને માનને વશ સંયમજીવન નિષ્ફળ પ્રાયઃ કરે છે.
વળી અતિ રાગ-દ્વેષવાળા હોવાથી ગુણવાન ગુરુના પ્રત્યેનીક છે. આથી તેઓના વચનથી પ્રતિકૂળ સ્વમતિ અનુસાર વર્તે છે. વળી અતિ રાગી-દ્વેષી એવા તે સાધુ આલોક અને પરલોકના અનર્થથી ભરાયેલા