________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૨–૧૩૩
થયેલો ક્ષણથી=સ્વલ્પ કાલથી, વનને બાળે છે=વિશેષથી ભસ્મીભૂત કરે છે, એ રીતે કષાયપરિણત જીવ=ક્રોધાદિને અનુસરનારો જીવ, તપપ્રધાન એવું સંયમ તપસંયમ, તેને બાળે છે. ૧૩૨॥ ભાવાર્થ :
કોઈ જીવ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે અને કલ્યાણના અર્થે તપ-સંયમની તે તે પ્રકારની ક્રિયા કરે તોપણ રાગ-દ્વેષની પ્રકૃતિરૂપ દોષોને કારણે ગાથા-૧૩૦-૧૩૧માં કહ્યું, તેવા દોષોને સેવતા હોય તો તેઓની કષાયની પ્રકૃતિ તેઓથી સેવાયેલા તપ-સંયમનો નાશ કરે છે. જેમ જંગલનો અગ્નિ ત્વરિત ત્વરિત વૃદ્ધિ પામતો જંગલને અલ્પકાળમાં ભસ્મીભૂત કરે છે; કેમ કે તે અગ્નિને શાંત કરવાની સામગ્રી જંગલમાં વિદ્યમાન નથી, તેથી તે અગ્નિથી વનને ભસ્મ કરતાં રોકી શકાય નહિ, તેમ જેઓમાં પ્રબળ કષાયો છે, તેમને ઉપદેશકનાં વચનો કે શાસ્ત્રનાં વચનો પણ સ્પર્શતાં નથી, પરંતુ ગોશાળાની જેમ તેઓ પ્રજ્વલિત કષાયવાળા રહે છે, તેવા સાધુઓ તપ-સંયમની આચરણા કરતા હોય તોપણ તેમના કષાયો તેમના સંયમને બાળીને ભસ્મ કરે છે. તેથી કલ્યાણના અર્થીએ રાગ-દ્વેષથી નિષ્પાદ્ય કાષાયિક
પ્રકૃતિને શાંત કરવા સદા યત્ન કરવો જોઈએ, અન્યથા સંયમની સર્વ ક્રિયાઓ નિષ્ફળ થશે. II૧૩૨/ અવતરણિકા :
साम्प्रतं तद्बहिःकर्तव्यैस्तपः संयमविनाश इयत्तां बिभणिषुस्तावत्सम्बन्धगाथामाह
૨૧૭
અવતરણિકાર્થ :
હવે તેનાં બહારનાં કર્તવ્યો વડે=રાગ-દ્વેષનાં બાહ્ય અનુચિત કૃત્યો વડે, તપ-સંયમ વિનાશ પામે, તેને કહેવાની ઇચ્છાવાળા પ્રથમ સંબંધ ગાથાને કહે છે
ગાથા =
परिणामवसेण पुणो, अहिओ ऊणयरओ व होज्ज खओ । तहवि ववहारमित्तेण, भण्णइ इणमं जहा थूलं ।। १३३ ।।
ગાથાર્થ ઃ
પરિણામના વશથી વળી અધિક કે ઊનતર ક્ષય થાય=તપ-સંયમનો ક્ષય થાય, તોપણ વ્યવહાર માત્રથી યથાસ્થૂલ આ કહેવાય છે=આગળની ગાથામાં કહે છે, એ કહેવાય છે. II૧૩૩II ટીકા
परिणामवशेन तीव्रमन्दाद्यध्यवसायायत्ततया पुनः प्रतिपादिताद्विशिष्टः कथमधिकोऽर्गल ऊनतरको वाहीनतरो वा भवेत् क्षयः, तपः संयमयोरिति शेषः । कः ? तथापि व्यवहारमात्रेण भण्यते इदं वक्ष्यमाणं यथा स्थूलं बादरदृष्ट्या न निश्चीयत इत्यर्थः । । १३३ ।।