________________
૨૧૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૧-૧૩૨ અનેક ભેદનો ઉદ્દદ્યોતક છે. નિત્ય ઉજ્વલિત=સદા ક્રોધથી ધમધમતો, આવા પ્રકારનો જીવ નિરર્થક=તિwયોજન, સંયમને સેવે છે. I૧૩૧ ભાવાર્થ
જેઓએ કોઈક રીતે સંયમ ગ્રહણ કર્યું છે, છતાં કલહનો સ્વભાવ, ક્રોધનો સ્વભાવ અતિશય વર્તે છે, બધા સાથે ઝઘડા કરવાનો સ્વભાવ અત્યંત વર્તે છે, રાજકુલ આદિમાં વ્યવહાર કરીને પોતાનો પક્ષ સાચો છે, તેમ સ્થાપન કરવા માટે અન્ય સાધુને રાજકુળમાં લઈ જવા માટે પ્રયત્ન કરે છે અને હંમેશાં ક્રોધથી પ્રજ્વલિત રહે છે, તેવા સાધુ સંયમની અન્ય તપ આદિની આચરણા કરતા હોય તોપણ તેઓનું સંયમ નિરર્થક છે; કેમ કે સંયમની આચરણા કષાયોના શમન માટે છે અને તેવા સાધુઓ પોતાની પ્રકૃતિથી સદા કષાયોની વૃદ્ધિ કરે છે. સંયમની ક્રિયાથી પણ કષાયોનું શમન કરતા નથી અને અમે સંયમી છીએ, તેમ માને છે, આ સર્વ રાગ-દ્વેષરૂપ કષાયની પ્રકૃતિનું કાર્ય છે. ll૧૩૧ાા અવતરણિકા -
किमित्यत आहઅવતરણિકાર્ય :
કયા કારણથી=કયા કારણથી રાગ-દ્વેષને વશ જીવો સંયમની પ્રવૃત્તિ કરવા છતાં નિષ્ફળ કરે છે ? આથી કહે છે –
ગાથા :
जह वणदवो वणं दवदवस्स जलिओ खणेण निद्दहइ ।
एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ।।१३२।। ગાથાર્થ :
જે પ્રમાણે વનનો અગ્નિ ત્વરિત ત્વરિત બળતો વનને ક્ષણમાં બાળે છે, એ રીતે કષાયપરિણત જીવ તપ-સંયમને બાળે છે. II૧૩ ટીકા :
यथा वनदवः काननाग्निर्वनं 'दवदवस्स त्ति' त्वरितं त्वरितमिति क्रियाविशेषणं, ज्वलितः समिद्धः क्षणेन स्वल्पेन कालेन निर्दहति विशेषेण भस्मीकरोति, एवं कषायपरिणतः क्रोधाद्यनुगतो जीवस्तपःप्रधानः संयमस्तपःसंयमस्तं दहतीति ।।१३२।। ટીકાર્ય :કથા વનવવ:... તતિ પા જે પ્રમાણે વનદવ=જંગલનો અગ્નિ, દવદવસ ત્વરિત ત્વરિત, જ્વલિત