________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૭
૨૨૩ भविष्यतीत्यभिधाय नाग्रहीत् । अन्यदा प्रात्यन्तिककालसेनोपद्रुते राजनि सभागते कस्तं निग्रहीष्यतीत्यभिदधाने स प्राह-अहं भवदादेशात् । राजाह-एवं कुरु, ततः कृतप्रणामो गत्वैकाकी बद्ध्वानीतवांस्तम् । राज्ञापि जातप्रमोदातिरेकेण सश्लाघमनेकग्रामलक्षदानपूर्वकं दत्तं सहस्रमल्ल इत्यभिधानं । जातोऽसौ राजा, अन्यदा सुदर्शनाचार्यसमीपे धर्ममाकर्ण्य जातवैराग्यो निष्क्रान्तः क्रमेण प्रतिपन्नजिनकल्पो दृष्टः कालसेनेन, सोऽयं दुरात्मा, अपनयाम्यस्याधुना पौरुषमिति वदता पुरुषैः कदर्थयितुमारब्धस्तेन । ततो मन्निमित्तमेते वराका दुर्गतिं यास्यन्तीति करुणापरीतचित्तत्वात् प्रबलशुभध्यानो मृत्वा गतः सर्वार्थसिद्धिमिति ।।१३७।।। ટીકાર્ય :
અને ... સર્વાર્થસિદ્ધિતિ | અધમો વડે=નીચ જીવો વડે, મુષ્ટિ આદિથી હણાયેલા એ હેતુથી પ્રતિઘાત કરતા નથી જ અને શાપ અપાયેલા પણ આક્રોશ કરાયેલા પણ, પ્રતિઆક્રોશ કરતા નથી, ઘણાથી શું ? મરાતા પણ યતિઓ સહસમલ્લની જેમ સહન કરે છે.
તે વીરસેન નામે સૈનિક છતો રાજા વડે આજીવિકા અપાતી પણ તમે પ્રસન્ન થયે છતે સર્વ સારું થશે,’ એ પ્રમાણે કહીને ગ્રહણ કરતો ન હતો. એકવાર અતિ નજીકના એવા કાલસેનનો ઉપદ્રવ થયે છતે રાજા સભામાં હોતે છત કોણ તેને નિગ્રહ કરશે ? એ પ્રમાણેના કથનમાં તે કહે છે – તમારા આદેશથી હું નિગ્રહ કરીશ. રાજા કહે છે – એ પ્રમાણે તું કર, તેથી કરાયો છે પ્રણામ જેના વડે એવો તે એકાકી જઈને તેને બાંધીને લાવ્યો. રાજા વડે પણ થયેલા પ્રમોદના અતિરેકથી પ્રશંસા સહિત અનેક લાખ ગામ આપવાપૂર્વક સહસમલ્લ એ પ્રમાણે કામ કરાયું. આ રાજા થયો. એકવાર સદર્શનાચાર્ય પાસે ધર્મ સાંભળીને થયેલા વૈરાગ્યવાળા સહસ્રમલે દીક્ષા અંગીકાર કરી, ક્રમ વડે સ્વીકારાયેલા જિતકલ્પવાળા સહસ્ત્રમલ્લ કાલસેલ વડે જોવાયા. તે આ દુરાત્મા છે, હવે આના બળને દૂર કરું, એ પ્રમાણે બોલતા તેના વડે=કાલસેન વડે પુરુષોથી કદર્થના કરવા માટે આરંભ કરાયો, તેથી મારા નિમિત્તે આ બિચારા દુર્ગતિમાં જશે, એ પ્રમાણે કરુણાયુક્ત ચિતપણાથી પ્રબળ શુભધ્યાતવાળા મરીને સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩૭ના ભાવાર્થ -
મુનિઓ પરલોકના સુખની પ્રાપ્તિનો ઉપાય શમભાવનો પરિણામ છે, એવા પરમાર્થને જોનારા છે અને આક્રોશ આદિ તપ-સંયમના નાશના હેતુ છે, તેમ જોનાર છે, આથી જ અધમ જીવો મહાત્માને મુષ્ટિ આદિથી હણે તોપણ તેનો પ્રતિકાર કરતા નથી. વળી કોઈ આક્રોશ કરે તો પ્રતિઆક્રોશ કરતા નથી, વળી સહસમલ્લની જેમ તેવા મહાત્માને કોઈ મારે તોપણ સહન કરે છે, જેમ સહસ્ત્રમલ્લ મુનિને ગૃહસ્થ અવસ્થાના વેરને સ્મરણ કરીને કાલસેને વધ કરવા માટેનો પ્રયત્ન કર્યો, તોપણ નિર્મલ ચિત્તવાળા સહસમલ્લ પ્રબળ શુભધ્યાનના બળથી સર્વાર્થસિદ્ધમાં ગયા. ll૧૩ળા