________________
૨૧૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૩-૧૩૪
ટીકાર્ય -
પરિપામવશેન .... . . પરિણામના વશથી તીવ્ર-મંદ આદિ અધ્યવસાયના આધીનપણાથી, પુત=વળી=પ્રતિપાદિતથી વિશિષ્ટ, અધિક=અર્ગલ અથવા ઊતર=હીવતર, તપ-સંયમનો ક્ષય થાય છે, તોપણ વ્યવહારમાત્રથી આ=આગળ કહેવાય છે એ, યથાસ્થૂલ બાહ્યદૃષ્ટિથી કહેવાય છે, નિશ્ચયથી નહિ. II૧૩૩ાા. ભાવાર્થ :
મુનિઓ રાગ-દ્વેષ વગરના નથી, તોપણ સતત રાગ-દ્વેષના ઉચ્છેદમાં યત્નવાળા છે અને રાગ-દ્વેષના ઉચ્છેદ માટે શક્તિ અનુસાર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, છતાં કેટલાક મહાત્માઓને કોઈક નિમિત્તે તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ થાય છે, જેના કારણે તેઓના તપ-સંયમ નાશ પામે છે, તેટલું જ નહિ પણ દીર્ઘ સંસારવૃદ્ધિ પામે છે. જેમ સાવઘાચાર્યને તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ થયો તો અલ્પકાલમાં મોક્ષમાં જઈ શકે તેવા પણ તે મહાત્માએ અનંતકાળ સંસારમાં પરિભ્રમણને પ્રાપ્ત કર્યું. વળી કોઈક મહાત્માને તેવો તીવ્ર પરિણામ થાય નહિ તો સંસારની વૃદ્ધિ થાય નહિ, પરંતુ સ્વીકારેલ તપ-સંયમનો પરિણામ નાશ પામે છે. વળી કેટલાક મહાત્માઓના રાગ-દ્વેષ કંઈક વધારે તીવ્ર થાય તો કંઈક સંસારની વૃદ્ધિ પણ થાય છે, જેમ મરીચિને કોડાકોડી સાગરોપમ સંસારની વૃદ્ધિ થઈ, વળી કેટલાકને મંદ રાગ-દ્વેષનો પરિણામ થાય તો તપ-સંયમનો નાશ થતો નથી, તોપણ તેમના તપ-સંયમ મલિન થાય છે. જેમ વારત્તક ઋષિ માં મેથી એ પ્રમાણે કહે છે, ત્યારે ગૃહસ્થ સાથે સંબંધનો અલ્પ પરિણામ થયો, તેનાથી તેમના તપ-સંયમ નાશ પામ્યા નહિ, તોપણ કંઈક મલિનભાવને પામ્યા. તેથી જીવના તીવ્ર-મંદ આદિ અધ્યવસાયને અનુરૂપ અલ્પ કે અધિક તપ-સંયમનો નાશ થાય છે, તે સર્વને નિશ્ચય નયની દૃષ્ટિની વિવક્ષા કર્યા વગર વ્યવહાર માત્રથી વિચારીએ તો કેવા પ્રકારના રાગ-દ્વેષથી કેટલું સંયમ નાશ પામે છે. તે બતાવે છે –
વ્યવહારનય સ્થૂલ ક્રિયાના બળથી તપ-સંયમના નાશની મર્યાદાનો નિયમ બાંધે છે; કેમ કે બહલતાએ તે તે પ્રકારનાં કૃત્યોથી જીવોનું તે તે પ્રકારનું સંયમ નાશ થાય છે. II૧૩૩ અવતરણિકા :
किं ततःઅવતરણિકાર્ચ - તે શું છે ?=વ્યવહારનયથી તપ-સંયમનો નાશક રાગ-દ્વેષનો પરિણામ શું છે? તે બતાવે છે –
ગાથા -
फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो य हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ।।१३४।।