________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૪-૧૩૫
૨૧૯ ગાથાર્થ :
પરુષવચનથી દિવસનો તપ હણે છે, અધિક્ષેપ કરતો માસાદિ તપને હણે છે, આક્રોશ કરતો વરસનો તપ હણે છે. વળી હણતોત્રતાડન કરતો, સંપૂર્ણ સંયમનો નાશ કરે છે. II૧૩૪ ટીકા :
परुषवचनेन कर्कशवचसा दिनतपो दिवसकृतमनशनादि उपलक्षणत्वात्संयमं च हन्ति, एवं सर्वत्र योज्यम् । अधिक्षिपन् जात्यादिभिहीलयन् मासतपः, तथा वर्षतपः शपमान आक्रोशन् हन्ति, घ्रस्ताडयंस्तु पुनः श्रामण्यं सर्वपर्यायमिति ।।१३४।। ટીકાર્ય :
પુરુષવરને ..... સર્વપર્યાિિત | પરુષ વચનથી-કર્કશ વચનથી, દિવસના તપને નાશ કરે છે= દિવસમાં કરાયેલ અનશનાદિ તપ અને ઉપલક્ષણપણું હોવાથી એક દિવસના સંયમનો નાશ કરે છે, એ રીતે સર્વત્ર યોજન કરવું=આગળના કથનમાં પણ યોજન કરવું, અધિક્ષેપ કરતો=જાતિ આદિથી હીલના કરતો, માસતપનો નાશ કરે છે અને ઉપલક્ષણથી મહિનાના સંયમનો નાશ કરે છે અને શપમાન=આક્રોશ કરતો સાધુ, એક વર્ષના તપતો અને સંયમનો નાશ કરે છે. વળી તાડન કરતો સર્વ પર્યાયરૂપ શ્રમણ્યનો નાશ કરે છે. I૧૩૪ ભાવાર્થ :
કોઈ સાધુ સંયમમાં અને તપમાં ઉસ્થિત હોય તેના દ્વારા તપ-સંયમના સંસ્કારો આધાન કરે છે અને તેને અનુરૂપ ઉત્તમ પુણ્ય પ્રકૃતિ બાંધે છે. જેનાથી તેને સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે, તેવા તપસ્વી સંયમી સાધુ પણ કોઈક નિમિત્તે બીજાને પીડા કરે તેવાં પરુષ વચનો કહે તો એક દિવસ જે ઉપવાસ આદિ કર્યા હોય અને સંયમનું પાલન કર્યું હોય, તેનાથી થયેલી આત્માની વિશુદ્ધિ તેનો એક ક્ષણમાં નાશ કરે છે. તેથી તે સાધુએ અપ્રમાદભાવથી તપ-સંયમ પાળીને જે કાંઈ શક્તિસંચય કર્યો છે, તે કઠોર વચનના પ્રમાદથી ક્ષણમાં નાશ પામે છે. વળી કોઈ સાધુ જાતિ આદિથી બીજાની હીલના કરે તો એક મહિનાના તપ-સંયમનો નાશ કરે છે. વળી કોઈ સાધુ અતિ આવેશથી કોઈને આક્રોશ કરે ત્યારે એક વર્ષના તપ-સંયમનો નાશ કરે છે. વળી ક્રોધના અતિશયને કારણે કોઈને તાડન કરે, ત્યારે તેનો સર્વ પર્યાય નાશ પામે છે. તેથી વ્યવહારના બળથી પણ આ પ્રકારના સંયમ નાશરૂપ ફળનો વિચાર કરીને વિવેકી સાધુએ પરુષવચનાદિના પરિહાર માટે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ. II૧૩૪
ગાથા :
अह जीवियं निकिंतइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ।।१३५ ।।