________________
૨૧૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૮-૧૨૯ દ્વેષના કટુવિપાક જાણવા છતાં તેને સેવવા તત્પર થાય છે. જેમ સિંહગુફાવાસી મુનિ ઉપકોશાના હાવભાવને જોઈને રાગવશ થાય છે, ત્યારે કામ સેવવા તત્પર થાય છે. યાવદ્ ચોમાસામાં રત્નકંબલ લેવા જાય છે, ત્યારે સાક્ષાત્ ઉપકોશા સન્મુખ નથી, તોપણ તેને પ્રાપ્ત કરવાના અભિલાષથી નિવર્તન પામ્યા નહિ અને અનેક કષ્ટ વેઠીને ઉપકોશા માટે રત્નકંબલ લઈ આવ્યા. તેથી તત્ત્વના જાણનારા પણ અને કામના કટુક ફળને જાણનારા પણ તે સિંહગુફાવાસી મુનિ કામને સેવવા તત્પર થયા. તેવા જીવોને બોધ કરાવવા માટે પ્રસ્તુતમાં કહે છે કે તેવા રાગ-દ્વેષને ધિક્કાર થાઓ, જે જીવને અકાર્ય ક૨વા પ્રેરણા કરે છે. આ પ્રકારે ભાવન કરવાથી અકાર્યમાં પ્રવર્તક રાગ-દ્વેષ શિથિલ મૂળવાળા થાય છે, જેથી તત્ત્વને જોનારા જીવો સુખપૂર્વક તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે. ૧૨૮
અવતરણિકા :
तथाहि
અવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=રાગ-દ્વેષના કટુકળને જાણનારા પણ અકાર્ય સેવે છે, એમ પૂર્વમાં કહ્યું, તે જીવો અકાર્યના ફ્ળને કઈ રીતે જાણે છે ? તે તથાદિથી બતાવે છે
ગાથા:
-
को दुक्खं पावेज्जा ? कस्स व सोक्खेहिं विम्हओ हुज्जा ? | को व न लभेज्ज मोक्खं ?, रागद्दोसा जइ न हुज्जा ।। १२९ ।।
ગાથાર્થ ઃ
કોણ દુઃખને પામે ? અથવા કોને સુખોથી=પ્રાપ્ત થયેલાં સુખોથી વિસ્મય થાય ? અથવા કોણ મોક્ષને ન પામે ? જો રાગ-દ્વેષ ન હોય. II૧૨૯
ટીકા ઃ
को दुःखं प्राप्नुयात् ! हेत्वभावान्न कश्चित् कस्य वा सौख्यैः प्राप्तैर्विस्मय आश्चर्यबुद्धिर्भवेत् ! न कस्यचित्, विबन्धकाभावेन सुलभत्वात् । अत एव को वा न लभेत मोक्षं शिवं ? रागद्वेषी યદ્દિન મવેતામિતિ ।।૨।।
ટીકાર્થ ઃ
को दुक्ख મવેતામિતિ ।। કોણ દુઃખને પ્રાપ્ત કરે ?=રાગ-દ્વેષરૂપ હેતુનો અભાવ હોવાથી કોઈ દુ:ખને પ્રાપ્ત કરે નહિ અથવા કોને પ્રાપ્ત થયેલાં સુખોથી વિસ્મય થાય ?=આશ્ચર્યબુદ્ધિ થાય ? કોઈને ન થાય; કેમ કે વિબંધકના અભાવને કારણે=રાગ-દ્વેષરૂપ સુખના વિબંધકના