________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૬-૧૨૭
૨૦૯
ભાવાર્થ :
સંસારી જીવોનો કોઈક અતિશય શત્રુ હોય, વળી તે શત્રુ અતિશય વિરાધના કરાયેલો હોય, તેથી તે અકળાયેલો હોય, વળી અહિત કરવા સમર્થ પણ હોય તેવો શત્રુ પણ તે જીવને તેવો અનર્થ કરી શકતો નથી જેવો અનર્થ રાગ-દ્વેષ કરે છે; કેમ કે તેવો શત્રુ પણ પ્રસ્તુત એક ભવમાં તેને મારી શકે છે, અનેક ભવોની કદર્થના કરી શકતો નથી. જ્યારે નિગ્રહ નહિ કરાયેલા રાગ-દ્વેષ જીવને તેના કરતાં પણ અધિક અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરાવે છે અર્થાત્ ઘણા ભવો સુધી દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરાવે છે. વળી, તે રાગ-દ્વેષ સંસારના સર્વ પ્રકારના અનર્થની પ્રાપ્તિમાં સમાન બળવાળા છે; કેમ કે જેમ ઉત્કટ રાગથી જીવ સાતમી નરકમાં જઈ શકે છે અને દીર્ઘકાળ સંસારમાં ભમી શકે છે, તેમ ઉત્કટ દ્વેષથી પણ જીવ સાતમી નરકમાં જઈ શકે છે અને દીર્ઘકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે, માટે જીવમાં વર્તતા રાગ-દ્વેષના પરિણામો પોતાના જેવા શત્રુ છે, તેવો શત્રુ જગતમાં અન્ય કોઈ નથી.
આનાથી એ ફલિત થાય કે જેઓ વિતરાગ થયા નથી, તોપણ જો રાગ-દ્વેષનો સદા નિગ્રહ કરે અને તેના કારણે તેમનામાં વર્તતા રાગ-દ્વેષ જિનવચનથી નિયંત્રિત બને તો તે રાગ-દ્વેષ જ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આથી જ સુસાધુઓ જિનવચનથી રાગ-દ્વેષને નિયંત્રિત કરીને રાગને આત્માના નિરાકુળ સ્વભાવમાં અને નિરાકુળ ભાવની પ્રાપ્તિના ઉપાયમાં સ્થિર કરે છે અને દ્વેષને આત્માના કષાયથી આકુળ સ્વભાવમાં સ્થિર કરે છે. તેથી તે મહાત્મામાં વિદ્યમાન રાગ-દ્વેષ સ્વનો ઉચ્છેદ કરીને હિતની પરંપરાનું કારણ બને છે, કેમ કે વિવેકથી નિગ્રહ કરાયેલા રાગ-દ્વેષ સદ્ગતિની પરંપરાનું કારણ છે અને વિવેકથી નહિ નિગ્રહ કરાયેલા રાગ-દ્વેષ સર્વ અનર્થની પરંપરાનું કારણ છે. ll૧૨ા અવતરાણિકા -
किं कुरुत इत्याहઅવતરણિકાર્ય :શું કરે છે ?=રાગ-દ્વેષ શું અર્થો કરે છે ? એથી કહે છે –
ગાથા :
इह लोए आयासं, अयसं च करेंति गुणविणासं च ।
पसर्वति य परलोए, सारीरमणोगए दुक्खे ।।१२७।। ગાથાર્થ -
આ લોકમાં આયાસને અને અયશને અને ગુણના વિનાશને કરે છે, પરલોકમાં શારીરિકમાનસિક દુઃખોને ઉત્પન્ન કરે છે. II૧૨૭ી.