________________
૨૦૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૨-૧૨૩ કરી શકતા નથી, તેથી ભોગોને નહિ ભોગવતા પણ ભોગોની લિસાવાળા જીવો ક્લિષ્ટ ભાવોને કરીને નરકગતિને પામે છે. જેમ આહારનો અર્થી દ્રમક નગરમાં આહારની પ્રાપ્તિ નહિ થવાથી યાત્રામાં ગયેલા લોકો પાસેથી આહાર મેળવવા ત્યાં જાય છે અને ત્યાં ભિક્ષા નહિ મળવાથી લોકો ઉપર કુપિત થયેલો તે લોકોને મારવાના અધ્યવસાયવાળો પર્વત ઉપરથી શલાને ફેંકે છે અને સ્વયં મરીને સાતમી નરકે જાય છે, તેથી સંસારી જીવો અવિવેકને કારણે નિમિત્તો અનુસાર ક્લિષ્ટ ભાવો કરીને દુર્ગતિમાં જાય છે, માટે વિવેકી પુરુષોએ ધૃતિબળથી એવાં દૃષ્ટાંતોનું ભાવન કરીને વિવેકની વૃદ્ધિ થાય તે પ્રકારે જ સદા યત્ન કરવો જોઈએ. ll૧૨શા અવતરણિકા:
तदिदमविवेकविजृम्भितं विज्ञाय लब्धे विवेके तत्र यत्नः कार्य इति । आह चઅવતરણિકાર્ય :
તે આ અવિવેકના વિલાસને=વગર ભોગવે પણ જીવો અવિવેકથી દુર્ગતિમાં પડે છે, એ અવિવેકના કાર્યને, જાણીને વિવેક પ્રાપ્ત કરાવે છતે ત્યાં=વિવેકના અતિશયમાં, યત્ન કરવો જોઈએ અને કહે છે – ગાથા :
भवसयसहस्सदुलहे, जाइजरामरणसागरुत्तारे ।
जिणवयणमि गुणायर !, खणमवि मा काहिसि पमायं ।।१२३।। ગાથાર્થ :
લાખો ભવમાં દુર્લભ જન્મ-જરા-મરણરૂપ સાગરથી ઉતારનાર એવા જિનવચનમાં હે ગુણાકર ! ક્ષણ પણ પ્રમાદ કર નહિ. I૧૨૩ ટીકા :
भवशतसहस्रदुर्लभे जन्मलक्षदुष्प्रापे, जातिजरामरणसागरोत्तारे मोक्षरूपतटप्रापकत्वात्, जिनवचने सर्वज्ञभाषिते गुणाकर ! ज्ञानाद्युत्पत्तिस्थान इत्युत्साहनाय सबहुमानं शिष्यामन्त्रणं, क्षणमपि स्वल्पकाललवमपि मा कार्षीः प्रमादं शैथिल्यम्, अपि तु तद्ग्रहणात्तदुक्तकरणोद्योगं विदध्या इति
૨૨રૂા ટીકાર્ચ -
ભવશત .... વિધ્યા રતિ લાખો ભવમાં દુર્લભ=લાખ જન્મમાં દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય એવું, જાતિ-જરા-મરણરૂપ સાગથી ઉતારનાર=મોક્ષરૂપ તટનું પ્રાપકપણું હોવાથી જન્મ-જરા