________________
૨૦૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨૧-૧૨૨
ટીકા :
देवस्य एते तत्कृतत्वादेवाः, तैः कामदेवश्चम्पायां श्रावको गृह्यपि न च नैव 'चाइओ त्ति' शकितस्तपोगुणेभ्यश्चालयितुमिति शेषः । कैर्देवैरित्याह-मत्तगजेन्द्र-भुजङ्गम-राक्षसघोराट्टहासैः, तथाहि-शक्रवर्णनाऽश्रद्धानागतेन देवेन स कायोत्सर्गस्थो वैक्रियगजादिभिः कदीमानोऽपि न क्षोभं गतो दृढव्रतत्वात् । साधवस्तु नितरामक्षोभवन्तो विशिष्टतरविवेककलितत्वात् ।।१२१।। ટીકાર્ય :
તેવી નિતત્વાન્ ા દેવતા આ છે=ઉપસર્ગો છે, તત્કૃતપણું હોવાથી દેવ સંબંધી છે, તે ઉપસર્ગો વડે કામદેવ=ચંપામાં શ્રાવક ગૃહસ્થ પણ તપગુણોથી ત્યાગ કરાવાયો નહિ=ચલાયમાન કરવા સમર્થ થયો નહિ, દેવ સંબંધી કયા ઉપસર્ગો વડે ? એથી કહે છે – મતગજેન્દ્ર-સાપરાક્ષસના ઘોર અટ્ટહાસ્યવાળા ઉપસર્ગો વડે ચલાયમાન કરવા સમર્થ થયો નહિ. તે આ પ્રમાણે –
શક્રતા વર્ણનમાં અશ્રદ્ધા કરતા આવેલા દેવ વડે કાયોત્સર્ગમાં રહેલા તે કામદેવ વૈક્રિય હાથી આદિથી કદર્થના કરતા પણ ક્ષોભને પામ્યા નહિ; કેમ કે દઢવ્રતપણું હતું, વળી સાધુઓ તો અત્યંત અક્ષોભવાળા હોય છે, કેમ કે વિશિષ્ટતર વિવેકથી યુક્તપણું છે. I૧૨ના ભાવાર્થ :
કામદેવ શ્રાવક દેહ આદિ પદાર્થોથી આત્મા ભિન્ન છે, એ પ્રકારના વિવેકથી યુક્ત હતા, તોપણ ગૃહસ્થ અવસ્થામાં હોવાથી સ્વજન-પરિગ્રહ વગરના નહિ હોવાથી તેમને તેવું પ્રજ્વલિત ભેદજ્ઞાન ન હતું, જેવું સુસાધુને હોય છે. આથી જ સુસાધુ સર્વ ભોગસામગ્રીનો ત્યાગ કરીને દેહને પણ ધર્મના ઉપકરણ માત્રરૂપે ધારણ કરે છે. એથી સુસાધુઓ વિશિષ્ટતર વિવેજ્યુક્ત છે, તે અપેક્ષાએ અલ્પવિવેકથી યુક્ત એવા પણ કામદેવ શ્રાવક ધ્યાનરૂપ તપમાં રહીને વિશિષ્ટ વિવેક પ્રગટ કરવા યત્ન કરતા હતા, તે વખતે કોઈક દેવ તેમની પરીક્ષા કરવા માટે આવે છે અને મત્ત હાથી વગેરેના અનેક ઉપસર્ગો કરે છે, તોપણ દઢ પ્રતિજ્ઞાવાળા કામદેવ તે ઉપસર્ગોથી ચલાયમાન થયા નહિ, પરંતુ ઉપસર્ગકાળમાં પણ સ્વીકારાયેલા ધ્યાનમાં જ દઢ યત્ન કરીને આત્માને તત્ત્વથી વાસિત કરતા હતા, તેથી વિશિષ્ટ વિવેકથી યુક્ત એવા સાધુએ તો અત્યંત અક્ષોભવાળા થવું જોઈએ. ll૧૨ના અવતરણિકા:
अविवेकिनस्त्वकृतापराधेऽपि प्राणिगणे कुप्यन्ति । तद्द्वारेण चाभुक्तभोगा अप्यनर्थकं कुगतौ पतन्तीति, आह चઅવતરણિયાર્થ:
અવિવેકી જીવો તો અતિ અપરાધવાળા પણ પ્રાણીગણમાં કોપ કરે છે, તેના દ્વારા અભક્ત ભોગવાળા પણ અનર્થક કુગતિમાં પડે છે અને કહે છે –