________________
૧૮૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૮-૧૦૯ મોહનાશને અનુકૂળ સ્વશક્તિ અનુસાર પ્રકર્ષવાળું છે, તેમ દાનની ક્રિયા કરનાર રથકારનું પણ ચિત્ત સ્વશક્તિ અનુસાર આત્મહિત કરવા માટે પ્રકર્ષવાળું છે. વળી દાનની અનુમોદના કરનાર હરણનું ચિત્ત ગુણો પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય, તેવી અનુમોદનની પરિણતિમાં તીવ્ર યત્નવાળું છે. તેથી ત્રણેય જીવોમાં સમાન રીતે વીર્યનો ઉત્કર્ષ હોવાથી ત્રણેય જીવો બ્રહ્મ દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા, તેથી શક્તિના પ્રકર્ષથી કૃત્ય સેવવાનો કે અનુમોદનાનો પરિણામ વર્તતો હોય તો બધાનું સમાન ફળ પ્રાપ્ત થાય છે. II૧૦૮ અવતરણિકા :
तदेवं सद्गोचरमनुमोदनामात्रमपि महाफलं भवति, असद्विषयस्तु महाक्लेशोऽप्यनर्थक एवेत्याह ૨અવતરણિકાળું:
આ રીતે સદ્વિષયક અનુમોદન માત્ર પણ મહાફળવાળું છે. વળી અસદ્વિષયવાળો મહાક્લેશ પણ અનર્થક જ છે અને એ પ્રમાણે કહે છે –
ગાથા :
जं तं कयं पुरा पूरणेणं अइदुक्करं चिरं कालं ।
जइ तं दयावरो इह, करेंतो तो सफलयं हुतं ।।१०९।। ગાથાર્થ :
જે પૂર્વમાં પૂરણ વડે ચિરકાલ અતિદુષ્કર તેતપ, કરાયું, જો અહીં જિનશાસનમાં, દયાપર એવો તેને કરત તો સફળ થાત. II૧૦૯ll ટીકા :
यत्तत्कृतं तप इति शेषः, पुरा पूरणेनेति पूर्वंपूरणनाम्ना श्रेष्ठिना अतिदुष्करं चिरं कालं, यदि तद्दयापरः सनिह सर्वज्ञशासने स्थितोऽकरिष्यत्ततः सफलमभविष्यत्, मोक्षादिसाधकं सम्पद्येत । कथानकं तामलिवद् दृष्टव्यम् ।।१०९।। ટીકાર્ય :ચત .... દૃષ્ટટ્યમ્ જે તે તપ કરાયું, એ પ્રમાણે શેષ છે. કોના વડે કરાયું ? એથી કહે છે – પૂર્વમાં પૂરણ નામના શ્રેષ્ઠિ વડે જે અતિદુષ્કર ચિરકાલ તપ કરાયું, જો તેની દયાપર છતો