________________
૧૯૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૪-૧૧૫ तथा स्वजनगृहसंप्रसारो बन्धुविषयो भवनविषयश्च । ताभिः सह पर्यालोच इत्यर्थः, किं ? तपःशीलव्रतानि 'फेडेज्ज त्ति' नाशयेत्, तत्र तपोऽनशनादि, शीलमुत्तरगुणाः, व्रतानि मूलगुणाः, यदि वा हे शिष्य ! तव शीलव्रतानि नाशयेदिति ।।११४ ।। ટીકાર્ય :
સમાવઃ ... નાશિિત | યુવતિજનમાં સ્ત્રીલોકના વિષયમાં, સદ્ભાવ=વસતિમાં અકાળે તેણીઓની વિદ્યમાનતા, વિશ્રમ્મ=વિશ્વાસ, સ્નેહ=રાગ, રતિવ્યતિકર=કામને પ્રગટ કરનારી કથાનો પ્રબંધ, ૨ શબ્દ અનુક્ત એવા ઇંગિતાદિના સમુચ્ચય અર્થવાળો છે અને સ્વજન અને ઘરનો સંપ્રસાર= સ્ત્રીઓના બંધુના વિષયવાળો અને ઘરના વિષયવાળો તેણીઓની સાથે પર્યાલોચ અર્થાત્ પૃચ્છા આદિ, શું તપ-શીલ વ્રતોને નાશ કરે ? ત્યાં તપ અનશન આદિ છે, શીલ ઉત્તરગુણો છે, વ્રતો મૂળગુણો છે અથવા હે શિષ્ય ! તારાં શીલવ્રતોને નાશ કરશે. ll૧૧૪ ભાવાર્થ :
સુસાધુએ ગૃહસ્થની સાથે અલ્પ પણ સ્નેહનો પ્રસંગ ન કરવો જોઈએ, તેમાં વારત્તક ઋષિનું દૃષ્ટાંત બતાવ્યું. હવે વિશેષથી સાધુએ સ્ત્રીના સંસર્ગથી અત્યંત દૂર રહેવું જોઈએ. તે બતાવે છે; કેમ કે વારત્તક ઋષિને તો ગૃહસ્થના પ્રસંગથી અલ્પ મલિનતાની પ્રાપ્તિ થઈ, પરંતુ સ્ત્રીના પરિચયથી તો સંયમ સર્વથા નાશ પામે છે, માટે સુસાધુએ તેમની વસતિમાં અકાલે સ્ત્રીઓના સદ્ભાવનો પરિહાર કરવો જોઈએ. સ્ત્રીઓ તો ન આવે, સાધ્વી પણ અકાલે ન આવે તે રીતે શીલનું રક્ષણ કરવું જોઈએ. સંયમના પ્રયોજનથી કે તત્ત્વ સાંભળવાના પ્રયોજનથી આવે તે તેનો કાલ છે, પરંતુ રાત્રે ન આવે, દિવસે પણ જે તે સમયે તેના આગમનનો પરિહાર કરવો જોઈએ, અન્યથા તે સંબંધને કારણે સાક્ષાત્ કામની વિચારણા ન આવે તોપણ પરસ્પરનો કંઈક વિશ્વાસ, કંઈક સ્નેહ ઇત્યાદિ થાય, જેનાથી સાધુના સંયમનો નાશ થાય.
વળી સાધુએ સ્ત્રીઓ સાથે આત્મીયતાથી વિશ્વાસ થાય, તેનાથી પણ દૂર રહેવું જોઈએ. સ્નેહનો પરિણામ કે કામને પ્રગટ કરે તેવા વાર્તાલાપાદિનો પણ પરિહાર કરવો જોઈએ. વળી સ્ત્રીઓના સ્વજન આદિ વિષયક કે ઘરવિષયક કોઈ પ્રસંગમાં વાર્તાલાપ કરવો જોઈએ નહિ. જો સાધુ તે સર્વનો પરિહાર ન કરે તો તેનાં તપ-શીલ-વતો આદિ સર્વ ક્રમસર નાશ પામે છે, માટે બાહ્ય આચરણાથી સંયમની ક્રિયાઓ થતી હોય તોપણ અંતરંગ પરિણતિથી તે તે પ્રકારના સ્નેહના ભાવોની પુષ્ટિ થવાથી ગ્રહણ કરાયેલું સંયમજીવન પણ સર્વથા નિષ્ફળ બને છે. I૧૧૪
અવતરણિકા :
अन्यच्च
અવતરણિતાર્થ - અને બીજું સાધુએ શું ન કરવું જોઈએ ? તે બતાવે છે –