________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૬-૧૧૭
૧૫ તેવો પરિણામ સ્થિર થાય છે. બહુ આ પ્રકારે છે–દોષરૂપ છે, પરંતુ સ્વલ્પ સંગ દોષ માટે નથી, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે – થોડો પણ બહુ થાય છે=પ્રમાદનું અનાદિ ભવ અભ્યસ્તપણું છે અને તે=સંગ કરનાર સાધુ આસક્ત થાય છે. પાછળથી વિરોધ કરાતો ગુરુ આદિ દ્વારા નિવારણ કરાતો, સ્વસ્થતારૂપ વૃતિને પ્રાપ્ત કરતો નથી જ. I૧૧૬il ભાવાર્થ -
સાધુએ સંયમની વૃદ્ધિના કારણરૂપ ઉચિત પ્રવૃત્તિને છોડીને અન્ય કોઈ અનુષ્ઠાન સાથે સંગ કરવો જોઈએ નહિ, પરંતુ આત્માની અસંગ પરિણતિ વૃદ્ધિ પામે તેવો જ યત્ન કરવો જોઈએ. આમ છતાં કોઈક સાધુ જે જે પ્રકારે બાહ્ય અનુષ્ઠાનોમાં સંગ કરે છે અર્થાત્ લોકનો પરિચય આદિ બાહ્ય પ્રવૃત્તિનો સંગ કરે છે, તેમ તેમ દરેક ક્ષણે તે પ્રવૃત્તિ કરવાનો પરિણામ ગાઢતર બને છે; કેમ કે જીવનો પ્રસાદ સ્વભાવ અનાદિ અભ્યસ્ત છે, તેથી થોડો પણ બાહ્ય પ્રવૃત્તિનો સંગ ક્રમસર વધતો જાય છે અને જ્યારે તે પ્રવૃત્તિ કરવાનો પરિણામ અત્યંત સ્થિર થાય ત્યારે કોઈ ગીતાર્થ ગુરુ આદિ તે પ્રકારની પ્રવૃત્તિનું નિવારણ કરે તોપણ તે પ્રકારનો સંગનો પરિણામ દઢ થયેલો હોવાથી તે અનુષ્ઠાન વગર તે જીવ ધૃતિ પામતો નથી, માટે સુસાધુએ આત્માના અસંગ પરિણામની વૃદ્ધિ થાય તે રીતે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સદા યત્ન કરવો જોઈએ, અન્યથા અલ્પ માત્રામાં તે તે સંગની પરિણતિ ક્યારેક ક્યારેક કરે તોપણ તે પ્રકારની પ્રવૃત્તિ પ્રત્યે જીવનું વલણ ક્રમસર વૃદ્ધિ પામશે, જે સંયમ જીવનના વિનાશનું પ્રબળ કારણ બનશે. II૧૧ાા અવતરણિકા -
कथं स्वल्पोऽपि सङ्गो बहुर्भवतीत्याहઅવતરણિતાર્થ - કેવી રીતે સ્વલ્પ પણ સંગ બહુ થાય છે ? એથી કહે છે –
ગાથા -
जो चयइ उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयइ ।
जह जह कुणइ पमायं, पिलिज्जइ तह कसाएहिं ।।११७।। ગાથાર્થ :
જે ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે સ્વલ્પકાળથી મૂલગુણોનો પણ ત્યાગ કરે છે. જેમ જેમ પ્રમાદ કરે છે, તેમ કષાયોથી પીડાય છે. II૧૧૭ના ટીકા :यस्त्यजति उत्तरगुणान् पिण्डविशुद्ध्यादीन्, मूलगुणानपि प्राणातिपातविरमणादीन्, अचिरेण