________________
૧૯૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૯-૧૨૦ निम्नोत्रता शयनभूमिः, परीषहा नानारूपाः पीडाः, अत्रापि स एव द्वन्द्वः, तत्, तथा क्लेशं दिव्यादिकृतोपसर्गरूपं, चशब्दः समुच्चये, यः सहते क्षमते तस्य धर्मो भवति, न चैतदविशेषेणोच्यते, किं तर्हि ? यो धृतिमान् निष्पकम्पचित्तः स तपः शीतादिसहनक्लेशादिकं चरत्यनुतिष्ठति । अन्यस्यातहेतुत्वेन धर्मक्षतिकारित्वादिति ।।११९।। ટીકાર્ચ -
શીતં . વરિત્નાિિત | શીત=હિમ, ઉષ્ણ=ધર્મ=પરસેવો, સુધા-બુમુક્ષા, પિપાસા-તૃષા, આમતો સમાહાર દ્વન્દ સમાસ છે, તે=શીત-ઉષ્ણ-સુધા-પિપાસારૂપ છે, અને દુઃશય્યા=લીચી-ઊંચી શયન-ભૂમિ, પરિષદો જુદા જુદા રૂપવાળી પીડા, અહીં પણ=દુઃશય્યા અને પરિષહમાં પણ, તે જ દ્વન્દ સમાસ છે, તે=દુશધ્યા અને પરિષહ અને ક્લેશ=દેવ આદિથી કરાયેલા ઉપસર્ગરૂપ ક્લેશ, જે સહન કરે છે, તેને ધર્મ થાય છે. ૨ શબ્દ સમુચ્ચયમાં છે અને આ=જે સહન કરે છે, તેને ધર્મ થાય છે એ, અવિશેષથી કહેવાતું નથી, તો શું ? જે ધૃતિમાનિષ્પકંપ ચિત્તવાળો છે તે, તપનેકશીતાદિ સહન અને કાયક્લેશ આદિ તપને, સેવે છે; કેમ કે અન્યનું ધૃતિ વગરના જીવોના શીતાદિ સહન આદિનું, આર્તધ્યાનાદિ હેતુપણું હોવાથી ધર્મની ક્ષતિ કરવાપણું છે અર્થાત્ વૃતિ વગરના જીવો શીતાદિ સહન કરે, તેનાથી ધર્મની હાનિ થાય છે. ll૧૧૯. ભાવાર્થ -
જેઓ સંયમ જીવનમાં શીત-ઉષ્ણ આદિ પરિષહોને સેવે છે અને ક્લેશરૂપ ઉપસર્ગોને સહન કરે છે, તેઓને સર્વત્ર અસંગ પરિણતિરૂપ ધર્મ પ્રગટ થાય છે. વસ્તુતઃ શીતાદિ સહન કરવા માત્રથી ધર્મ થતો નથી, પરંતુ જેઓ ધૃતિમાન છે, તેઓ શીતાદિ પરિષહકાલમાં પણ પોતાના અસંગ ભાવની વૃદ્ધિ થાય, તે પ્રકારે યત્ન કરવા સમર્થ છે. તેઓને પોતાની ધૃતિના બળથી અને તે પ્રકારના પરિષહ-ઉપસર્ગના બળથી નિર્જરાને અનુકૂળ તપની પ્રાપ્તિ થાય છે અને જેઓમાં અંતરંગ નિખૂકંપતારૂપ ધૃતિ નથી, તેઓ શીતાદિને સહન કરે છે અને શીતાદિમાં જ ચિત્ત જતું હોવાથી સંશ્લેષનો પરિણામ થાય છે, તે પીડાથી વ્યાકુળ ચિત્ત થાય છે તોપણ શીતાદિને સહન કરવા યત્ન કરે છે. તેઓમાં અંતરંગ ભાવને અનુકૂળ ધૃતિ નહિ હોવાથી આર્તધ્યાનાદિ થાય છે. જેનાથી શીતાદિ પરિષહ સહન કરવા છતાં પણ ધર્મની ક્ષતિ થાય છે. ll૧૧લી. અવતરણિકા :
केवलं सैव धृतिर्विज्ञातसर्वज्ञशासनतत्त्वानामवश्यम्भाविनीति दृष्टान्तेनाहઅવતરણિકાર્ય :
કેવલ જણાયું છે સર્વજ્ઞશાસનનું તત્વ જેને એવા જીવોને તે જ વૃતિ અવશ્ય થનાર છે. એ પ્રમાણે દાંતથી કહે છે –