________________
૧૯૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૮-૧૧૯
રીતે રહેશે ? એ પ્રકારના અભિપ્રાયથી બીજું-બીજું તેલ નાખવા વડે આખી રાત્રિ દીવો સળગતો રખાયો, તેથી શરીરના સુકુમારપણાને કારણે પૂરા થયેલા આયુષ્યવાળા દેવલોકમાં ગયા. ll૧૧૮ ભાવાર્થ :
જે સાધુ કે શ્રાવક સ્વભૂમિકાનું ઉચિત અનુષ્ઠાન સ્વીકારીને તે અનુષ્ઠાનના બળથી અસંગમાં જવા યત્ન કરે છે, તેઓ તે તે અનુષ્ઠાન દ્વારા કષાયોના ઉન્મેલનમાં યત્ન કરે છે અથવા વિતરાગના ગુણોને સ્પર્શવા યત્ન કરે છે અને કોઈક રીતે વિષમ સંયોગો પ્રાપ્ત થાય તોપણ દેહનો ત્યાગ કરીને પણ સ્વીકારાયેલા અનુષ્ઠાનમાં ધૃતિનો ત્યાગ કરતા નથી તેઓ સ્વકાર્યને સાધે છે અર્થાત્ મનુષ્યભવની કાયાનો ત્યાગ થાય તોપણ દઢ સંકલ્પબળના સંસ્કારોને કારણે અને તેનાથી બંધાયેલા શ્રેષ્ઠ પુણ્યને કારણે જન્માંતરમાં યોગસાધક સર્વ શ્રેષ્ઠ સામગ્રીને પ્રાપ્ત કરે છે. જેમ ચંદ્રવર્તસક રાજા રાત્રે અભિભવ કાયોત્સર્ગમાં રહેલા અને સંકલ્પ કરેલો કે “જ્યાં સુધી આ દીવો બળશે, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીને શુભ ચિંતવન કરીશ અને દૃઢ પ્રતિજ્ઞાવાળા તે મહાત્મા જ્યારે તેમની દાસી દીવામાં તેલ પૂરીને આખી રાત્રિ દીવો બળતો રાખે છે, ત્યારે પોતાની પ્રતિજ્ઞા અનુસાર શુભ ચિંતવનનો ત્યાગ કર્યા વગર મરણ પ્રાપ્તિ સુધી અંતરંગ ઉદ્યમવાળા રહ્યા. તેથી શ્રેષ્ઠ દેવલોકની પ્રાપ્તિ થઈ, તેમ જે સાધુ નિગ્રંથભાવમાં જવા માટે દઢ પ્રતિજ્ઞા કરીને તેના રક્ષણ માટે સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે, તેઓ સંયમકાળમાં ભાવથી નિગ્રંથભાવ પ્રાપ્ત ન થયો હોય તોપણ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સ્વપરાક્રમના બળથી સુખપૂર્વક નિગ્રંથભાવને પ્રાપ્ત કરે છે. જેથી સંસાર પરિમિતિકરણરૂપ સ્વપ્રયોજનની સિદ્ધિ થાય છે. II૧૧૮ અવતરણિકા :किञ्च
અવતરણિકાર્ય - વળી વૃતિવાળા પુરુષો સ્વીકાર્યને સાધે છે. તેનો સમુચ્ચય કરતાં કહે છે –
ગાથા :
सीउण्हखुप्पिवासं, दुस्सेज्जपरीसहं किलेसं च ।
जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरइ ।।११९।। ગાથાર્થ :
શીત-ઉષ્ણ-સુધા-પિપાસા દુશચ્યા પરિષદને અને ક્લેશને જે સહન કરે છે, તેને ધર્મ થાય છે અને જે ધૃતિમાન છે, તે તપને સેવે છે. ll૧૧૯ll ટીકા :
शीतं हिमम्, उष्णो धर्मः, क्षुधा बुभुक्षा, पिपासा तृट्, एषां समाहारद्वन्द्वः, तत्, तथा दुःशय्या