________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૮
અવતરણિકા :
व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
વ્યતિરેકને કહે છે=સ્વલ્પ પણ સંગ કર્યા વગર જેઓ ધૃતિબળથી અસંગમાં જાય છે, તેમનો મૂળગુણથી પાત થતો નથી, એ રૂપ વ્યતિરેકને કહે છે
ગાથા:
૧૯૭
जो निच्छएण गिues, देहच्चाए वि न य धिइं मुयइ ।
सो साहेइ सकज्जं, जह चंडवडिंसओ राया । । ११८ ।।
ગાથાર્થ ઃ
જે સાધુ કે શ્રાવક નિશ્ચયથી=દૃઢ સંકલ્પથી, ગ્રહણ કરે છે=પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન ગ્રહણ કરે છે અને દેહના ત્યાગમાં પણ ધૃતિને મૂકતા નથી, તે સ્વકાર્યને સાથે છે, જે પ્રમાણે ચંદ્રાવતંસક રાજા. ૧૧૮||
ટીકા ઃ
यो निश्चयेन गाढं गृह्णाति सदनुष्ठानमिति शेषः, तथा देहत्यागेऽपि शरीरव्ययेऽपि सति न च नैव धृतिं मुञ्चति, स साधयति स्वकार्यं निष्पादयत्यात्मप्रयोजनं, किंवदित्याह-यथा चन्द्रावतंसको राजा, तथा हि उपोषितः स रात्रौ यावत् प्रदीपः प्रज्वलति तावन्मया स्थातव्यमिति प्रतिज्ञाय कायोत्सर्गेण स्थितवान्, दासीदारिकया तु कथं स्वाम्यन्धकारे स्थास्यतीत्यभिप्रायेणाऽपराऽपरतैलप्रक्षेपेण सर्वरजनी प्रज्वालिता । ततः शरीरसौकुमार्यादुपक्रान्तायुष्कोऽचलितसद्ध्यानो गतो देवलोकमिति । । ११८ । ।
:
ટીકાર્થ
यो निश्चयेन વેવનોમિતિ ।। જે સાધુ નિશ્ચયથી=અંતરંગ દૃઢ પરિણામથી, ગાઢ સદનુષ્ઠાનને ગ્રહણ કરે છે અને દેહના ત્યાગમાં પણ=શરીરનો નાશ થયે છતે પણ, ધૃતિને મૂકતા નથી, તે સ્વકાર્યને=આત્મપ્રયોજનને, નિષ્પાદન કરે છે, કોની જેમ ? એથી કહે છે જે પ્રમાણે ચંદ્રાવતંસક રાજા. તે આ પ્રમાણે –
ઉપવાસવાળા તે=ચંદ્રાવતંસક રાજા, રાત્રિને વિષે ‘જ્યાં સુધી દીવો બળે છે, ત્યાં સુધી મારે રહેવું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને કાયોત્સર્ગ વડે રહ્યા, દાસપુત્રી વડે વળી સ્વામી અંધકારમાં કેવી