________________
૧૯૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૭ स्वल्पकालेन स त्यजति, यतो यथा यथा करोति प्रमादं शैथिल्यं प्रेर्यते स्वगुणेभ्यः प्रच्याव्यते लब्धावकाशत्वात् तथा कषायैस्तथैव प्रमादवद्वीप्सया स्थिता ये क्रोधादयस्तैरित्यर्थः ।।११७।। ટીકાર્ચ -
વચનતિ .... ચર્થ છે જે સાધુ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે સાધુ અચિરથી=સ્વલ્પકાળથી, મૂલગુણોનો પણ ત્યાગ કરે છે, જે કારણથી જે જે પ્રકારે પ્રમાદ=શૈથિલ્ય કરે છે=સંયમમાં શૈથિલ્ય કરે છે, તે પ્રકારે=તે તે પ્રકારે, કષાયો વડે સ્વગુણોથી પ્રચ્યાવન કરાય છે; કેમ કે લબ્ધઅવકાશપણું છે, તે પ્રકારે જ પ્રમાદની જેમ વીસા હોવાને કારણે તથા તથા બે વખત ગ્રહણ હોવાને કારણે, જે જે ક્રોધાદિ રહેલા છે, તેઓ વડે પ્રચ્યાવન કરાય છે, એમ સંબંધ છે. ll૧૧ના ભાવાર્થ :
સુસાધુ અસંગભાવની વૃદ્ધિ માટે પાંચ મહાવ્રતો રૂપે મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનું સતત સમ્યગુ સેવન કરે છે, તેથી સતત સ્વભાવપ્રાણનું રક્ષણ કરીને મૂળ-ઉત્તરગુણોને અતિશય અતિશયતર પ્રાપ્ત કરે છે, આમ છતાં પ્રમાદ દોષને કારણે તે સાધુ કોઈક નિમિત્તે પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોને ત્યાગ કરે ત્યારે મૂળગુણો વિદ્યમાન રહે છે, છતાં જો તે સાધુ ઉત્તરગુણની અશુદ્ધિથી નિવર્તન ન પામે તો અલ્પકાળમાં મૂળગુણોનો ત્યાગ થાય છે; કેમ કે પિંડવિશુદ્ધિ આદિના ત્યાગને કારણે આત્મામાં જે સંગના પરિણામો થયા, તે પ્રતિદિન વધતા હોવાથી સાક્ષાત્ આચરણાથી મૂળગુણોનો ત્યાગ નહિ હોવા છતાં તે સાધુ તે પ્રકારની સંગની પરિણતિને પામે છે, તેથી ભાવથી મૂળગુણ રહિત બને છે. જેમ ગૃહસ્થ ધનાદિના સંગવાળા છે, તેમ તે સાધુ દેહની અનુકૂળતાના સંગવાળા થાય છે. તેથી પિંડવિશુદ્ધિ આદિમાં ઉપેક્ષા કરે છે અને તે દેહની શાતાનો સંગ તે પ્રકારે પુષ્ટ પુષ્ટતર થાય ત્યારે પોતાના ષકાયના પાલનનો પરિણામ અને કષાયથી આત્માનું રક્ષણ કરવાનો યત્ન નાશ પામે છે. તેથી તે સાધુ મૂળગુણ રહિત બને છે. ઉત્તરગુણના ત્યાગથી મૂળગુણના અભાવની પ્રાપ્તિ કેમ થાય છે, તેમાં યુક્તિ બતાવે છે –
જીવ જે જે પ્રકારે સંયમમાં શૈથિલ્યરૂપ પ્રમાદને કરે છે, તે તે પ્રકારે લબ્ધઅવકાશવાળા ક્રોધાદિ કષાયો વૃદ્ધિ પામીને જીવને ગુણથી પ્રચ્યાવન કરે છે. જેમ પ્રથમ ભૂમિકામાં દેહના કંઈક મમત્વના કારણે પિંડ અશુદ્ધિનું સેવન થયું, તેથી કષાયની કંઈક વૃદ્ધિ થઈ અને પ્રતિદિન તે પ્રકારે પિંડની અશુદ્ધિના બળથી કષાયોની વૃદ્ધિ થતી રહે તો અન્ય કષાયોના તિરોધાનપૂર્વક સંજ્વલન કષાયમાં વર્તતા મુનિ ક્રમસર અપ્રત્યાખ્યાનાદિ કષાયોના ઉદયને પ્રાપ્ત કરે છે. જેનાથી મૂળગુણોનો નાશ થાય છે; કેમ કે સંજ્વલનના ઉદયથી અતિચારોનું સેવન થયેલું અને તે અતિચારો વૃદ્ધિ પામીને અપ્રત્યાખ્યાનાદિ કષાયોના ઉદયનું કારણ બન્યા, તેથી સાધુ મૂળગુણ રહિત થાય છે. I૧૧ના