________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૫
૧૯૩
ગાથા -
जोइसनिमित्तअक्खरकोउयआएसभूइकम्मेहिं ।।
करणाणुमोयणेहि य, साहुस्स तवक्खओ होइ ।।११५ ।। ગાથાર્થ :
જ્યોતિર્ક-નિમિત્ત-અક્ષર-કૌતુક-આદેશ-ભૂતિકર્મથી અને કરાવણ અને અનુમોદનથી સાધુના તપનો ક્ષય થાય છે. ll૧૧૫ll ટીકા :
ज्योतिष्कं ग्रहगणितं, निमित्तं होराज्ञानादि, अक्षराणि मातृकादीनि, कौतुकं स्नपनादि, आदेश= एतद्भविष्यतीत्यादिनिर्णयकरणं, भूतिकर्म रक्षार्थं भूतिक्रिया, मन्त्राद्युपलक्षणं चैतत्, ज्योतिष्कं च निमित्तं चेत्यादि द्वन्द्वः, तैरविषये स्वयं प्रयुज्यमानैः कारणाऽनुमोदनाभ्यां च, तेषां किं ? साधोस्तपःक्षयो भवति, अनशनादितपः कुर्वतोऽपि तन्निरतस्य तन्नश्यति विरुद्धत्वादित्यर्थः । तदिदं विज्ञाय आदित एव एवंविधानुष्ठानैः सङ्गो न कार्यः स हि दुरन्त इति ।।११५ ।। ટીકાર્ચ -
ચોતિર્ધા . દુરન્ત તિ | જ્યોતિષ્ક ગ્રહનું ગણિત, નિમિત્ત=ોરાજ્ઞાનાદિ, માતૃકાદિ અક્ષરો, કૌતુક=સ્નાનાદિ, આદેશ="આ થશે' ઈત્યાદિ નિર્ણયનું કરણ, ભૂતિકર્મ=રક્ષા અર્થે ભૂતિક્રિયા, અને આ=ભૂતિકર્મ, મંત્રાદિનું ઉપલક્ષણ છે. જ્યોતિષ અને નિમિત્ત ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેઓથી= અવિષયમાં સ્વયં પ્રયોગ કરાતા જયોતિષ્ક આદિથી, કારણ અને અનુમોદના દ્વારા=તેઓના કરાવવા અને અનુમોદના દ્વારા, સાધુના તપનો ક્ષય થાય છે. અનશન આદિ તપ કરતા છતાં પણ આમાં વિરત સાધુનો તેeતપ, નાશ પામે છે; કેમ કે વિરુદ્ધપણું છે–તપ અસંગભાવને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને જ્યોતિષ્ક આદિ સંગને અનુકૂળ યત્ન સ્વરૂપ છે, એથી વિરુદ્ધપણું હોવાથી તપ નાશ પામે છે, એમ અવય છે. તે આ જાણીને=ગાથામાં જે કહ્યું તે આ જાણીને, આદિથી જ=સંયમ જીવનના પ્રારંભથી જ, આવા પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે સંગ કરવો જોઈએ નહિસાધુએ જ્યોતિષ્ક આદિમાં યત્ન કરવો જોઈએ નહિ, હિં=જે કારણથી, તે=જ્યોતિષ્ક આદિમાં યત્ન, દુરંત છે–ખરાબ ફળવાળો છે. ll૧૧પા. ભાવાર્થ :
કોઈ સાધુ જ્યોતિષ્ક, નિમિત્ત આદિ પ્રવૃત્તિ સ્વયં કરતા હોય, કોઈ સ્વયં ન કરતા હોય, પરંતુ શિષ્યાદિને તે પ્રકારે કરાવતા હોય અથવા સ્વયં કરતા-કરાવતા ન હોય, પરંતુ કોઈ કરતા હોય તેને જોઈને તે ઉચિત છે, તેવો અલ્પ પણ પરિણામ કરે તો અનુમોદનાની પ્રાપ્તિ થાય અને સંયમ જીવનના નાશના