________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૩–૧૧૪
૧૯૧ બળથી. તે કહે છે – કેવી રીતે? તેથી તેણી વડે મુનિનો વૃત્તાંત કહેવાયો. એકવાર તેણી વડે વારત્તક મુનિ દેખાડાયા. તેથી આ=ચંડ પ્રદ્યોત, હાસ્ય છે ગર્ભમાં જેને એવું લોકોની સમક્ષ તેને કહે છે – હે નૈમિત્તિક શ્રમણ ! તમને નમસ્કાર કરું છું. તેથી મારા વડે ક્યાં નિમિત્ત પ્રયોગ કરાયો ? એ પ્રમાણે મુનિએ જન્મથી માંડીને પોતાના અપરાધોમાં ઉપયોગ મૂક્યો : જણાયું. આથી બાળકને નિમિત્ત અપાયું, તેથી થયેલા પશ્ચાત્તાપવાળા આલોચના કરીને પાછા ફર્યા=પાપથી પાછા ફર્યા. 7/૧૧૩/ ભાવાર્થ -
વારત્તક ઋષિ નિઃસ્પૃહી મુનિ હતા. અતિશય નિઃસ્પૃહ થવા માટે પ્રાયઃ સદા ધ્યાનમાં રહીને એકલા વિચરતા હતા અને જિનવચનથી અત્યંત ભાવિત હતા, તેથી એ પ્રકારની વચનસિદ્ધિવાળા હતા, જ્યારે ચંડપ્રદ્યોત સામે રાજાનો જય થશે કે નહિ, તેને જાણવા માટે નૈમિત્તિકે બાળકોને ભયભીત કર્યા, તે બાળકો દોડીને મુનિ પાસે ગયા. મુનિએ કહ્યું – ભય પામો નહિ, એટલો માત્ર સ્નેહનો પ્રસંગ મુનિને પ્રાપ્ત થયો, તેથી સર્વ પ્રકારે શુદ્ધ સંયમ પાળનારા તે મહાત્માને તે અંશમાં સંયમની અશુદ્ધિની પ્રાપ્તિ થઈ અને તેના કારણે ચંડપ્રદ્યોત વડે હસાયા. તેથી જે સુસાધુ છે, છતાં ગૃહસ્થ પ્રત્યે લેશ પણ સ્નેહ સંબંધ રાખે છે, તેઓ વિવેકી પુરુષો પાસે હાસ્યપાત્ર બને છે; કેમ કે ગૃહસ્થના સંબંધથી પોતાનું ચારિત્ર મલિન કરે છે. ll૧૧૩. અવતરણિકા :
तदयं सामान्येन गृहस्थसम्बन्धे दोषोऽभिहितः, अधुना विशेषतो युवतिसम्बन्धमवेत्याहઅવતરણિતાર્થ :
તે કારણથી ગૃહસ્થના સંબંધમાં સામાન્યથી આ દોષ કહેવાયો પૂર્વગાથામાં કહ્યું તે દોષ કહેવાયો. હવે વિશેષથી સ્ત્રીના સંબંધને આશ્રયીને કહે છે – ગાથા -
सब्भावो वीसंभो, नेहो रइवइयरो च जुवइजणे ।
सयणघरसंपसारो, तवसीलवयाइं फेडेज्जा ।।११४।। ગાથાર્થ :
યુવતિજનના વિષયમાં સદ્ભાવ સાધુની વસતિમાં અકાળે આવવું, વિશ્વાસ, સ્નેહ, રતિનો વ્યતિકર, સ્વજન-ઘર વિષયક સંપ્રસાર-વાર્તાલાપ, હે શિષ્ય !તારા શીલવતોને નાશ કરશે. ll૧૧૪ll ટીકા :
सद्भावस्तासामकाले वसतौ विद्यमानता, विश्रम्भो विश्वासः, स्नेहो रागः, रतिव्यतिकरो मदनोत्कोचकारिकथाप्रबन्धः, चशब्दोऽनुक्तेङ्गितादिसमुच्चयार्थः । युवतिजने स्त्रीलोकविषये,