________________
૧૮૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૧-૧૧૨ ભક્તવર્ગાદિ કૃત કલહને પ્રાપ્ત કરે છે, પોતાનાપણાની બુદ્ધિને કારણે પાપનું અર્જન કરે છે, પ્રસંગે તેનો નાશ આદિ થાય તો ક્રોધ-માન આદિ ભાવો કરે છે, તે સર્વે ક્લેશની પ્રાપ્તિ દ્વારા મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે, માટે કલ્યાણના અર્થી સાધુએ વિતરાગના વચનનું સ્મરણ કરીને સર્વ ઉદ્યમથી સર્વત્ર મમત્વનો ત્યાગ થાય તે રીતે નવકલ્પી વિહાર કરવો જોઈએ, પોતાનું સ્થાન રાખવું જોઈએ નહિ અને બંધુજન કે ભક્તવર્ગ આદિ પ્રત્યે મમત્વબુદ્ધિ ધારણ કરવી જોઈએ નહિ, જેથી વીતરાગના વચનના પાલનથી પોતાનું ચિત્ત વીતરાગતુલ્ય થવામાં યત્નવાળું થાય. ll૧૧૧ાા અવતરણિકા -
किमित्येतदेवमत आहઅવતરણિકાર્ય :
કયા કારણથી આ એકાંત નિત્યવાસ, આ પ્રમાણે છેઃકલિ આદિનું કારણ છે ? આથી કહે છે –
ગાથા :
अविकत्तिऊण जीवे, कत्तो घरसरणगुत्तिसंठप्पं ।
अवि कत्तिया य तं तह, पडिया असंजयाण पहे ।।११२।। ગાથાર્થ -
જીવોને કર્તન કર્યા વગર કેવી રીતે ઘર-શરણ-ગુતિ-સંસ્થાપ્ય થાય? વળી કર્તન કરીને અને કરાવીને તેને તે પ્રમાણે કરતા અસંયતોના પથમાં પડેલા છે. I૧૧૨ાાં ટીકા -
अविकर्त्य जीवान, तर्वादीनां छेदादिकमकृत्वेत्यर्थः, कुतः ? गृहशरणगुप्तिसंस्थाप्यं कर्तुं शक्य नैवेति शेषः । तत्र गृहं सदनं, शरणं नीव्र, गुप्तिर्वृतिः प्राकारादिका, गृहं च शरणं चेत्यादिद्वन्द्वः, तासां संस्थाप्यं समारचनीयं पतितादेरित्यर्थः । अतोऽपि सम्भाव्यत एतत्, कर्तित्वा स्वयं, चशब्दाकर्तयित्वा च परैजीर्वान्, तद् गृहादिकं संस्थाप्यं तथा ये कुर्वन्ति, तेऽसंयतानां गृहस्थानां पथि मार्गे पतिता भवन्ति, तत्कर्मकारित्वाद्वेषस्य चाकिंचित्करत्वादिति ।।११२।। ટીકાર્ય :
વિસર્ચ .... વર ત્વતિ જીવોને કર્તન નહિ કરીને=વૃક્ષ આદિના છેદાદિ નહિ કરીને, કઈ રીતે ગૃહ-શરણ-ગુપ્તિસંસ્થાપ્ય કરવાનું શક્ય છે ? અર્થાત્ નથી જ, ત્યાં ગૃહ સદન છે, શરણ તીવ્ર છે, ગુપ્તિ પ્રાકાર આદિ કિલ્લો આદિ, વાડ છે, ગૃહ અને શરણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે.