________________
૧૮૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૭–૧૦૮
અનુસાર પ્રવર્તાવે છે. વળી સ્વજન આદિ વિલાપ કરે તેમને વશ થઈને પણ પોતાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી. વળી કામને ઉત્પન્ન કરે તેવા શૃંગારાદિ ભાવોને જોઈને પણ પોતાના નિયમનું ઉલ્લંઘન કરતા નથી. વળી રાજાદિથી ભય વર્તતો હોય ત્યારે પણ પોતાના વતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાના જીવિતનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, પરંતુ શમભાવની વૃદ્ધિ શક્ય હોય તો પ્રાણના ભોગે પણ નિયમનું પાલન કરે છે. સાધુનાં સર્વ મહાવ્રતો ભાવથી સમભાવની વૃદ્ધિને અનુરૂપ યત્ન સ્વરૂપ છે, તેથી સમભાવના રક્ષણ માટે ક્વચિત્ અપવાદથી બાહ્ય પ્રવૃત્તિના સંયોગ અનુસાર ઉચિત યત્ન કરે તોપણ પરમાર્થથી પોતાના નિયમની વિરાધના કરતા નથી અને જેઓ કરુણાદિ ભાવોને વશ થઈને તે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેઓ અવશ્ય પોતાના નિયમની વિરાધના કરે છે. ll૧૦ના અવતરણિકા :
तदेवं स्वयं व्रतदाढ्यं विधेयं तद्वति च प्रमोदः कार्यः, स ह्यतद्वतोऽपि महाफलः, तथा चाहઅવતરણિતાર્થ :
આ રીતે=ગાથા-૧૦૭માં કહ્યું એ રીતે, સ્વયં વ્રતનું દઢપણું કરવું જોઈએ અને તદ્વાનમાં=ઢ વ્રતવાળા પુરુષોમાં, પ્રમોદ કરવો જોઈએ અને તે=દઢ વ્રતવાળામાં પ્રમોદ, તડ્વાળાને પણ=વ્રત વગરના જીવોને પણ મહાફલવાળો છે અને તે પ્રકારે કહે છે –
ગાથા :
अप्पहियमायरंतो, अणुमोयंतो वि सुग्गइं लहइ ।
रहकारदाणअणुमोयगो मिगो जह य बलदेवो ।।१०८।। ગાથાર્થ :
આત્મહિતને આચરતા અને અનુમોદના કરતા સુગતિને પામે છે, જે પ્રમાણે રથકાર, દાનની અનુમોદના કરતો મૃગ અને બળદેવ. ll૧૦૮|| ટીકા :
आत्महितं स्वपथ्यं तपःसंयमादिकमाचरन् कुर्वन् सुगतिं स्वर्गादिकां लभते, अनुमोदयन् च दानमानसाभ्यां समर्थयंश्चेति भावः । किंवत् ? रथकारस्तद्दानानुमोदको मृगो हरिणो बलदेवश्चैते यथा सुगतिं लब्धवन्तः, चशब्दस्य व्यवहितसंबंधादित्यक्षरार्थः ।
भावार्थः कथानकगम्यस्तच्चेदंबलदेवस्य गृहीतप्रव्रज्यस्य विहरतस्तद्रूपदर्शनाक्षिप्तचित्तया कयाचित्तरुण्या निजदारको घटभ्रान्त्या नियम्य रज्ज्वा कूपेऽवतारितः, तं दृष्ट्वाऽहो मे रूपमनर्थहेतुरतो न युक्तो मे ग्रामादिप्रवेश इति