________________
૧૮૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦-૧૦૭
ટીકાર્ય :
૮ વ્યë » વચેતિ | સ્પષ્ટ=વણ વડે વ્યક્ત, પ્રગટ=અતિગૂઢાર્થપણાથી પ્રગટ અને સ્પષ્ટ એવું તે પ્રગટ, એ પ્રમાણે સમાસ છે, તેને નહિ કહેતા=સ્પષ્ટ અને પ્રગટ એવા યથાસ્થિત ધર્મને નહિ કહેતા, બોધિલાભને=જન્માંતરમાં જિલધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભને, નાશ કરે છે. કોની જેમ નાશ કરે છે ? જે પ્રમાણે ભગવાન વીરનો વિશાલ=વિસ્તીર્ણ, જરા-મરણ જ બહુપણું હોવાથી મહોદધિ જરામરણમહોદધિ તે હતો, તે આ પ્રમાણે –
ઋષભદેવના પૌત્ર મરીચિ છતા એવા તેના વડે પ્રવ્રજ્યા ભગ્નપણાને કારણે કલ્પિત ત્રિદંડ્યાત્મવેષથી ગ્લાન અવસ્થામાં અસંતપણાને કારણે સાધુઓ વડે અપ્રતિચરિતપણું હોવાથી કોઈક સહાયને કરું એ અભિપ્રાયથી ધર્મ માટે ઉપસ્થિત થયેલા કપિલ પ્રત્યે જે કહેવાયું – અહીં પણ મારા સંબંધી અનુષ્ઠાનમાં અને આ પણ સાધુ સંબંધી અનુષ્ઠાનમાં ધર્મ છે, તેના માહાભ્યથી આ=મરીચિ, નષ્ટ થયેલા બોધિવાળા સંસારમાં કોડાકોડી સાગરોપમ ભા. પાછળથી વર્ધમાનસ્વામી ભાવથી ઉત્પન્ન થયા, તે કારણથી આ મરીચિ, ભાવિ ભવભ્રમણપણું હોવાથી વ્રતથી ચલાયમાન થયા, બીજા વળી ચલાયમાન થતા નથી જ. ll૧૦૬ ભાવાર્થ :
જે મહાત્માઓ ઉપદેશ આપે છે કે શિષ્યને અનુશાસન આપે છે, તેઓ વર્ણો વડે સ્પષ્ટ અને પ્રગટ અર્થવાળા યથાસ્થિત ધર્મને કહેતા નથી, પરંતુ જે તે બાહ્ય કૃત્ય કરવાનું કહે છે અથવા શ્રોતાને ધર્મના વિષયમાં ભ્રમ થાય તેવું કહે છે, તેઓ બોધિલાભનો નાશ કરે છે. જેમ વીર ભગવાને મરીચિના ભવમાં કપિલને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાથત્રપ એ પ્રમાણે અહીં પણ છે, ત્યાં બોધિલાભનો નાશ કરીને વિશાલ સંસારનું અર્જન કર્યું, સંસારમાં પરિભ્રમણના ભયવાળા ગુરુએ કે ઉપદેશકે શાસ્ત્રમાં દૃષ્ટ હોય અથવા પૂર્વ પુરુષો પાસેથી સંભળાયેલો હોય અને યુક્તિથી નિર્ણાત હોય તેવો સ્પષ્ટ અર્થ કહેવો જોઈએ, યથાતથા કહેવું જોઈએ નહિ, અન્યથા પોતાના નિઃશુક પરિણામને અનુરૂપ સંસારની વૃદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧૦૬ાા અવતરણિકા :
आह च
અવતરણિકાર્ય :વળી, કહે છે –
ગાથા :
कारुण्णरुण्णसिंगारभावभयजीवियंतकरणेहिं । साहू अवि य मरंति, न य नियनियमं विराहिंति ।।१०७।।