________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૨-૯૩
૧૫૭
સંબંધનો છેદ કરીને આત્માના નિરાકુળ સ્વભાવમાં દઢ ઉપયોગ પ્રવર્તે તે પ્રકારે મહાપ્રયાસને કરનારા હોય છે, તેવા મુનિને કોઈ ચંદનથી લેપ કરે અથવા સુથારના રંધાથી શરીરને છોલે તોપણ તેઓનો શમભાવનો પરિણામ અલના પામતો નથી, આ પ્રકારે મુનિ જેમ શરીરની પીડામાં નિરપેક્ષ છે, તેમ લોકોના માન-સન્માનમાં અને લોકોની નિંદામાં પણ નિરપેક્ષ હોય છે. તેથી તેવા મુનિઓને મોક્ષપ્રાપ્તિ અતિસુલભ છે. ક્વચિત્ સંઘયણ આદિના અભાવને કારણે મોક્ષ ન થાય તોપણ ઉત્તમ દેવભવની પ્રાપ્તિ થાય છે. l૯શા અવતરણિકા :
ते तर्हि एवम्भूताः कुतो भवन्तीत्युच्यते-गुरूपदेशात्, अत एव निर्विकल्पकं गुरुवचनग्राहिणामुपबृंहणां कुर्वनाहઅવતરણિકાર્ય :
તો તે=મુનિઓ, આવા પ્રકારના શેનાથી થાય છે ? એથી ઉત્તર અપાય છે – ગુરુઉપદેશથી, આથી જ નિર્વિકલ્પ ગુરુવચનના ગ્રાહીઓની ઉપબૃહણાને કરતાં કહે છે – ભાવાર્થ :
ગાથા-૯૨માં બતાવ્યું એવી નિર્લેપ પરિણતિવાળા મુનિઓ કઈ રીતે બની શકે છે ? તેમાં યુક્તિ બતાવે છે –
ગુરુના ઉપદેશથી થાય છે; કેમ કે ગુરુનો ઉપદેશ જિનવચનના રહસ્યને બતાવનાર છે અને જિનવચનો વીતરાગતા તરફ જનારાં છે, તેથી જેઓ ગુરુના ઉપદેશને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરીને સદા તેનાથી ભાવિત થાય છે, તેઓનું ચિત્ત વીતરાગભાવમાં સ્થિર-સ્થિરતર થાય છે, તેનાથી ગાથા-૯૨માં કહ્યા તેવા મહાત્મા થાય છે. આથી જ વીતરાગતાના રહસ્યને બતાવનારા ગુરુના વચનને નિર્વિકલ્પ ગ્રહણ કરવું જોઈએ અને તે રીતે ગ્રહણ કરનારા મહાત્માઓ જ ધન્ય છે, તે બતાવવા માટે કહે છે –
ગાથા :
सीहगिरिसुसीसाणं भदं गुरुवयणसद्दहंताणं । वयरो किर दाही वायण त्ति न विकोवियं वयणं ।।१३।।
ગાથાર્થ -
ગુરુના વચનની શ્રદ્ધાને કરનારા સિંહગિરિના શિષ્યોનું કલ્યાણ થાઓ, વજ ખરેખર વાચના આપશે, એ પ્રકારનું વચન વિકોપિત કરાયું નહિ. Il all