________________
૧૭૪
ઉપદેશમાલા ભાગ-૧ ગાથા-૧૦૨-૧૦૩, ૧૦૪ गमयत्यर्थमिति व्युत्पत्तेर्हेतुरुक्तः । इदमेव भावयति-गम्यत इति गतिर्नरकरूपा गतिर्नरकगतिस्तस्यां यद् गमनं तस्मिन् परिहत्थं दक्षं तस्मिन् कृते निर्वर्तिते कर्मणीति गम्यते, तथा तेन प्रकारेण प्रदेशिना राज्ञा अमरविमानं प्राप्तं, तदाचार्यप्रभावेण गुरुमाहात्म्येनेति ।।१०२-१०३।। ટીકાર્ય :
વહુહ્ય ..... ગુરુમદિચ્ચેનેતિ | બહુસખ્યશતસહસ્રોતું=પ્રભૂત લાખો સુખોને આપનારા અને સેંકડો દુઃખોથી મુકાવનારા, કોણ? એથી કહે છે – આચાર્યો=ગુરુઓ છે, સ્ફટ આ છે=તિસંદિગ્ધ આ છે, કઈ રીતે ? એથી કહે છે – કેશિપ્રદેશીની જેમ=કેશિ ગુરુ દ્વારા પ્રબોધિત કેશિ-પ્રદેશી તેની જેમ, તે આ પ્રમાણે –
આ=પ્રદેશી, દુર્ગતિથી મુકાવાઈને તેઓ વડે કેશિ વડે, સુગતિમાં સ્થાપન કરાયો, શિષ્ય પ્રત્યે કહે છે – આ તને હેતુ છે=દાંત છે દિનોતિ=અર્થને જણાવે છે. એ વ્યુત્પત્તિથી હેતુ કહેવાયો છે=દષ્ટાંત હેતુ કહેવાયો છે.
આને જ ભાવન કરે છે – પ્રાપ્ત કરાય છે, એ ગતિ નરકગતિ, તેમાં જે ગમન, પ્રતિહસ્ત=દક્ષ, તે કરાય છn=નરકગતિગમતમાં દક્ષ કરાયે છતે, તે પ્રકારે પ્રદેશી રાજા વડે અમરવિમાન પ્રાપ્ત કરાયું તે આચાર્યના પ્રભાવથી–ગુરુના માહાભ્યથી પ્રાપ્ત કરાયું. ૧૦૨-૧૦૩ના ભાવાર્થ :
ગુણવાન ગુરુ હંમેશા યોગ્ય શિષ્યને કે યોગ્ય સંસારી જીવને સન્માર્ગ બતાવનારા છે અને કઈ રીતે તેનું હિત થાય તેનો સૂક્ષ્મ બોધ કરાવીને જગતથી રક્ષણ કરનારા છે, તેથી ગુરુ હજારો, ક્રોડ સુખોના હેતુ છે અને દુર્ગતિમાં પડતા જીવનું રક્ષણ કરીને દુઃખથી મુકાવનારા છે. આ કથન કેશિ ગુરુ અને પ્રદેશી રાજાના દૃષ્ટાંતથી સ્પષ્ટ છે, તેથી ગ્રંથકારશ્રી શિષ્યને તેમનું દૃષ્ટાંત તને બોધ કરાવવા માટે હેતુ છે, તેમ કહે છે. તેથી કેશિ ગણધરે જે રીતે પ્રદેશી રાજાનો વિસ્તાર કર્યો, તે રીતે સન્માર્ગદાયક ગુરુ મારા નિસ્તારના હેતુ છે, તેમ હંમેશાં ભાવન કરવું જોઈએ અને તે દષ્ટાંતને જ સ્પષ્ટ કરતાં કહે છે –
પ્રદેશી રાજાએ નરકગતિમાં ગમન પ્રહસ્ત કરેલું, છતાં આચાર્યના પ્રભાવથી અમરવિમાનને પામ્યા. તેથી નક્કી થાય છે કે ગુણવાન ગુરુ યોગ્ય શિષ્યને કે યોગ્ય સંસારી જીવને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, માટે તેમના સર્વ કલ્યાણની પરંપરાનું એક કારણ ગુણવાન ગુરુ છે માટે દેવની જેમ તેવા ગુણવાન ગુરુની પર્યાપાસના કરવી જોઈએ અર્થાત્ જેમ વીતરાગની પૂજા કરવાથી સંસારનો ક્ષય થાય છે, તેમ ગુણવાન ગુરુની ઉપાસના કરવાથી ભગવાનનું વચન સમ્યગુ પરિણમન પામે છે, જેનાથી સંસારનો ક્ષય થાય છે. ll૧૦૨-૧૦૩ અવતરણિકા :तदिदमवेत्य गुरुराराधनीयो, गुरुणापि शिष्यः सम्यक् शिक्षणीय इत्याह च