________________
૧૭૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૪-૧૦૫
ગુરુ શિષ્યને કઈ રીતે શિક્ષા આપે, તે સ્પષ્ટ કરે છે. જેથી કેશિ ગણધર જેવા ગુણોવાળા સુગુરુ છે અને તેનાથી સંસારસાગર તરાય છે, તેવો બોધ થાય છે અને તેવા આચાર્ય ધર્મમય વચનોથી શિષ્યને પ્રેરણા કરે છે. પરંતુ માત્ર પોતાને અપેક્ષિત બાહ્ય કૃત્યોના કર્તવ્ય વિષયક પ્રેરણા કરતા નથી; કેમ કે ગુણવાન ગુરુ સર્વ જીવોને આત્મતુલ્ય જોનારા છે અને સંસારસાગર તરવાના અર્થી જીવને ધર્મમય શબ્દોથી અનુશાસન આપે છે. જેમ કેશિ ગણધરે પ્રદેશ રાજાને ધર્મમય શબ્દોથી પ્રેરણા કરેલ.
વળી તે વચનો પણ વચનના દોષથી રહિત અર્થાત્ યથાર્થ બોધ કરાવે એવાં અતિસુંદર વચનોથી શિષ્યને પ્રેરણા કરે છે. વળી તે વચનો કારણ ગુણથી યુક્ત હોય છે=ગુરુએ તેવાં જ વચન કહેવાનું પ્રયોજન એ છે કે યોગ્ય શિષ્ય જ્ઞાનાદિ ગુણોનું ભાજન થાય અને તેને તત્ત્વની પ્રાપ્તિ થાય, સ્વભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના ગુણની વૃદ્ધિ કરીને સંસારસાગરથી સુખપૂર્વક તરી શકે.
વળી આવાં વચનોથી ગુણવાન ગુરુ જાણે શિષ્યના મનને આનંદ પમાડતા હોય તે રીતે પ્રેરણા કરે છે. તેથી એ ફલિત થાય કે શિષ્યની યોગ્યતા, શિષ્યની રુચિ અને શિષ્યની શક્તિનું સમ્યગુ આલોચન કરીને તે રીતે તેને પ્રેરણા કરે છે. તેથી તે શિષ્યને આત્મહિત સાધવા માટે શું કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય ? તેનો યથાર્થ બોધ થાય છે. તે સાંભળીને શિષ્યનું મન અત્યંત આનંદિત થાય છે. I૧૦૪ અવતરણિકા :
तेन च मनःप्रह्लादनं सत्यवचनैरेव कार्यं न पुनरसत्यं प्रियमपि वक्तव्यं, तदुक्तंसत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात् सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ।।१।। येन च प्राणात्ययेऽप्यसत्यं प्रियमपि न भाषितं, तं दृष्टान्तद्वारेणाभिधित्सुराहઅવતરણિકાર્ય :
અને તેના વડે=ગુરુએ, મનનું પ્રલાદન=શિષ્યના મતનું પ્રલાદન, સત્ય વચનો વડે જ કરવું જોઈએ. વળી અસત્ય પ્રિય પણ કહેવું જોઈએ નહિ, તે કહેવાયું છે –
સત્ય કહેવું જોઈએ, પ્રિય કહેવું જોઈએ, સત્ય પણ અપ્રિય કહેવું જોઈએ નહિ, પ્રિય પણ અસત્ય કહેવું જોઈએ નહિ, એ સનાતન ધર્મ છે.
અને જેના વડે–ગુરુ વડે પ્રાણના અત્યયમાં પણ અસત્ય પ્રિય પણ કહેવાયું નહિ, તે દાંત દ્વારા કહેવાની ઈચ્છાવાળા કહે છે – ભાવાર્થ :
ગુણવાન ગુરુએ શિષ્યના મનને આનંદ થાય તેવું પણ જે તે વચન કહેવું ઉચિત નથી, પરંતુ જે વચન તત્ત્વને સ્પર્શનારું હોય, શિષ્યના હિતનું એક કારણ હોય તેવું સત્ય વચન જ કહેવું જોઈએ. જે