________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૪
૧૭૫
અવતરણિકાર્ય :
તે આને જાણીને=પ્રદેશી રાજાના દષ્ટાંતથી પૂર્વમાં કહ્યું તેને જાણીને, ગુરુની આરાધના કરવી જોઈએ. ગુરુએ પણ શિષ્યને સમ્યક શિક્ષા આપવી જોઈએ, માર્ગમાં પ્રવર્તાવવો જોઈએ, એ પ્રમાણે કહે છે –
ગાથા :
धम्ममइएहिं अइसुंदरेहिं कारणगुणोवणीएहिं ।
पल्हायंतो ब्व मणं, सीसं चोएइ आयरिओ ।।१०४।। ગાથાર્થ :
ધર્મમય અતિસુંદર કારણ ગુણથી લવાયેલા=યુક્ત, વચનો વડે જાણે શિષ્યના મનને પ્રફ્લાદ કરતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છેઃશિક્ષા આપે છે. ll૧૦૪ll ટીકા :
धर्मेण निर्वृतानि निरवद्यत्वाद्धर्ममयानि तैः, तथा अतिसुन्दरैर्वचनदोषरहितैः, तथा कारणगुणोपनीतैः, तत्र कारणं स्वभणनप्रयोजनं, गुणाः शिष्यमाणस्य ज्ञानभाजनतादयः कारणं च गुणाश्चेति द्वन्द्वः, तैरुपनीतान्युपढौकितानि, शिष्यस्यापि प्रतीतावारोहितानीत्यर्थः, तैर्वचनैरिति गम्यते, प्रह्लादयन्निव मनश्चित्तम्, अन्यस्याश्रुतत्वात्तस्यैव, शिष्यं चोदयति शिक्षयत्याचार्यो गुरुरिति ।।१०४।। ટીકાર્ચ -
ઘર્મે ... મુરિતિ | ધર્મથી નિવૃત થયેલા, નિરવધપણું હોવાથી ધર્મમય એવા અને અતિસુંદર એવા=વચનના દોષથી રહિત એવા અને કારણગુણથી ઉપવીતવયનો વડે આચાર્ય શિષ્યના મનને અલ્લાદ કરે છે એમ અવય છે, ત્યાં કારણ પોતાના કથનનું પ્રયોજન છે, ગુણો શિખવાતા એવા શિષ્યની જ્ઞાતભાજનતા આદિ છે, કારણ અને ગુણો એ પ્રમાણે હૃદ્ધ સમાસ છે, તેનાથી=કારણ અને ગુણોથી, ઉપવીત–ઉપઢોકિત=શિષ્યને પણ પ્રતીત થયેલમાં આરોપિત વચનો વડે જાણે તેના મનને પ્રલાદ કરતા શિષ્યને પ્રેરણા કરે છે. ગાથામાં તેના મનને એવો પ્રયોગ નથી, છતાં તેના મનને કેમ ગ્રહણ કર્યું ? એથી કહે છે –
અન્યનું અમૃતપણું હોવાથી તેના જ=શિષ્યના મનને જાણે અલ્લાદ કરતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે. ૧૦૪ ભાવાર્થપૂર્વમાં શિષ્યને ઉપદેશ આપ્યો કે દેવની બુદ્ધિથી ગુણવાન ગુરુની ઉપાસના કરવી જોઈએ. હવે ગુણવાન