________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૧, ૧૦૨-૧૦૩
૧૭૩ ગુણવાન ગુરુને પામીને તેમની પર્યાપાસના કરવાનો પરિણામ થાય એવા છે તે ભવ્ય જીવો જ્ઞાનાદિ લક્ષ્મીનું ભાજન બને છે અને ભવિષ્યમાં જેઓનું ભદ્ર થવાનું છે, તેઓ પરમાત્મબુદ્ધિથી ગુણવાન ગુરુની ઉપાસના કરે છે. જેમ પરમાત્મા પૂર્ણ ગુણનું ભાન છે, તેમ ગુણવાન ગુરુ પણ પરમાત્માના વચનાનુસાર સ્વયં પ્રવર્તતા હોય છે અને યોગ્ય જીવોને પ્રવર્તાવતા હોય છે, તેથી ગુણવાન ગુરુ પણ પરમાત્મા માનીને ઉપાસ્ય છે. એ રીતે જેઓ ગુણવાન ગુરુની ઉપાસના કરે છે, તેનાથી તેઓને સુખની પરંપરાની અને દુઃખના અભાવની પ્રાપ્તિ થાય છે, એથી કલ્યાણની પરંપરાના અર્થીએ ભગવાનના વચનના પરમાર્થને બતાવનારા ગુણવાન ગુરુની સદા પર્યાપાસના કરવી જોઈએ. II૧૦ના અવતરણિકા :
अयं च यद्याचार्या नाभविष्यंस्तदा नरकमगमिष्यदिति तथा चाहઅવતરણિતાર્થ -
જો આચાર્ય ન પ્રાપ્ત થયા હોત=પ્રાપ્ત ન થયા હોત, તો નરકમાં જાત. અને તે રીતે કહે છે=જીવોને સુખ-દુઃખની પ્રાપ્તિ અને પરિવાર પ્રાયઃ ગુરુના પ્રભાવથી થાય છે, એમ પૂર્વમાં પ્રદેશી રાજાના દષ્ણતથી બતાવ્યું, તે રીતે ગાથામાં કહે છે –
ગાથા -
बहुसोक्खसयसहस्साण, दायगा मोयगा दुहसयाणं । आयरिया फुडमेयं, केसिपएसी ब्व ते हेऊ ।।१०२।। नरयगइगमणपडिहत्थए कए तह पएसिणा रना ।
अमरविमाणं पत्तं, तं आयरियप्पभावेणं ॥१०३।। ગાથાર્થ :
લાખો બહુમુખના આપનારા અને સેંકડો દુઃખોથી મુકાવનારા આચાર્ય ગુરુઓ છે, એ સ્પષ્ટ છે, કેશિ-પ્રદેશીની જેમ તને હેતુ છેઃદૃષ્ટાંત છે.
તે પ્રકારે પ્રદેશ રાજા વડે નરકગતિગમન પ્રતિહત દક્ષ કરાયે છતે આચાર્યના પ્રભાવથી તે અમરવિમાન પ્રાપ્ત કરાયું. II૧૦૨-૧૦૩. ટીકા
बहुसौख्यशतसहस्राणां प्रभूतसुखलक्षाणां दायकाः तथा मोचका दुःखशतेभ्यः, के ? आचार्या गुरवः, स्फुटमेतनिःसन्दिग्धमिदं, कथं ? केशिप्रदेशिवत्, केशिना प्रबोधितः प्रदेशी केशिप्रदेशी, तद्वत् । तथाह्यसौ दुर्गतेविमोच्य सुगतौ स्थापितः । शिष्यं प्रत्याह-अयं ते हेतुर्दृष्टान्तो, हिनोति