________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૪-૫
૧૬૧ તેઓ જ=ગુરુ જ, જાણે છે; કેમ કે વિશિષ્ટતર જ્ઞાનપણું છે, તુ શબ્દથી આ પણ પક્ષમાં કર્તવ્ય પણ તે જ છે. I૯૪ ભાવાર્થ :
શિષ્યોએ ગુરુ ગુણવાન છે કે નહિ તે પરીક્ષા કરીને જ ગુણવાન હોય તેમને જ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. ગુણવાન ગુરુ શિષ્યોને કર્મનિર્જરા થાય તેવું ઉચિત કાર્ય કહે અને સુશિષ્યોને પ્રતિદિન નિર્મીત હોય છે કે ગુરુ જે જે આદેશ કરે છે, તે આદેશ અનુસાર પોતે ઉચિત કૃત્ય કરીને સંવેગનો અતિશય કરી શકે છે, તેનાથી પોતાનું ચિત્ત સદા નિર્મળ-નિર્મળતર થતું દેખાય છે. તેવા ગુણવાન ગુરુ કોઈક એવા સંયોગમાં શિષ્યને કહે કે આ સાપને તું આંગળીથી માપ અથવા આ સાપના દાંતને તું ગણ, તો સ્થૂલથી જોતાં તે કૃત્ય શિષ્યના મૃત્યુનું જ કારણ છે, તોપણ શિષ્યને ગુણવાન ગુરુ પ્રત્યે સ્થિર વિશ્વાસ હોય છે કે ગુરુ ક્યારેય અકાર્ય કરવાનું કહે નહિ, તેથી આ પ્રકારનું કથન કરવાનું પ્રયોજન તેઓ જ જાણતા હોય છે; કેમ કે વિશિષ્ટતર જ્ઞાનવાળા છે, માટે વિવેકી શિષ્યએ ગુરુના વચનમાં વિકલ્પ કર્યા વગર હું તમારી આજ્ઞા ઇચ્છું છું, એ પ્રમાણે કહીને તે જ કાર્ય કરવું જોઈએ.
અહીં સાપના દૃષ્ટાંત દ્વારા એ બતાવવું છે કે જે કાર્યમાં પોતાને સ્પષ્ટપણે નિર્જરા દેખાય નહિ, પરંતુ નિરર્થક કે અહિતની પ્રવૃત્તિ દેખાય, તોપણ વિવેકી શિષ્યએ વિચારવું જોઈએ કે ગુરુ ક્યારેય કર્મબંધનું કે અહિતનું કારણ થાય તેવી પ્રવૃત્તિ બતાવતા નથી, મારા હિતની જ પ્રવૃત્તિ બતાવે છે, માટે અત્યારે પણ જે આદેશ કરે છે તે આદેશ અવશ્ય મારા હિત માટે હોઈ શકે, એ પ્રકારનો વિકલ્પ કરીને ગુરુના વચન પ્રમાણે કૃત્ય કરવું જોઈએ. આથી જ સિંહગિરિ આચાર્યના શિષ્યોએ આ બાળમુનિ કઈ રીતે વાચના આપશે ? તે પ્રકારનો વિકલ્પ કર્યા વગર ગુરુના વચનનો સ્વીકાર કર્યો તો તેમને હિતની પ્રાપ્તિ થઈ. ll૧૪ના અવતરણિકા :
તથાદિઅવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=શિષ્યને જે કરવાનો આદેશ કરે તેનું પ્રયોજન ગુરુ જાણે છે, એમ કહ્યું. તે આ પ્રમાણે છે –
ગાથા :
कारणविऊ कयाई, सेयं कायं वयंति आयरिया ।
तं तह सद्दहियव्वं, भविअव्वं कारणेण तहिं ।।१५।। ગાથાર્થ :કારણના જાણનાર આચાર્ય ક્યારેક કાગડાને ધોળો કહે છે, તેને ગુરુના વચનને, તે પ્રકારે