________________
૧૬૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૯
કઈ રીતે ગુરુનો પરિભવ કરાય છે ? તે સ્પષ્ટ કરે છે –
નિરતિચારપણું હોવાથી અમે ધાર્મિક છીએ. વળી સાતિચારપણું હોવાથી આ તેવા નથી, આવા પ્રકારના કુવિકલ્પથી ગુરુનો પરિભવ કરાય છે, તે પણ=સુસ્થિત મચપણાથી ગુરુનું પરિભવન, દુઃશિક્ષિત છેદુષ્ટ અભ્યસ્ત છેઃકુગતિનું હેતુપણું હોવાથી દુષ્ટ ચેષ્ટિત છે, નિરુપાધિ=સુસ્થિત મન્યપણારૂપ ઉપાધિ રહિત, દુવિનીતપણાથી દુષ્યષ્ટિત તો દૂર રહો, એ ગ િશબ્દનો અર્થ છે, કોની જેમ પરિભવ કરે છે – દત્તની જેમ પરિભવ કરે છે, એમાં કથાનક છે –
કોલ્લપુર નગરમાં આવનારા અત્યંત દુકાળને જાણીને ગચ્છને દેશાંતર મોકલીને કરાયા છે નવ ભાગ ક્ષેત્રના જેમના વડે એવા ક્ષીણ થયેલા જંઘાબળવાળા સંગમસૂરિ રહેલા હતા, તેવા પ્રકારે અપ્રમત્તતાપર એવા તેઓને ખરેખર નગરદેવતા ઉપશાંત થયેલા હતા. એકવાર તેમનો વૃત્તાંત જાણવા માટે દત્ત નામનો તેમનો શિષ્ય આવ્યો. પરંપરાથી પહેલાં જોવાયેલી વસતિમાં રહેલા સૂરિને જોઈને તેણે વિકલ્પ કર્યો. આ વસતિની યતનાને પણ કરતા નથી, ખરેખર અવસાન્ન થયેલા છે, એથી જુદા ઉપાશ્રયમાં રહ્યો. વાર્તા પુછાઈ, ગુરુ વડે બોલાવાયો. ગોચરમાં પ્રવેશતા અંતપ્રાંતકુલોમાં બહુ ભટકતા એવા આને સંક્લેશ થયો, તેનો અભિપ્રાય જણાયો. ગુરુ શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ્યા અને ત્યાં રેવતીથી ગ્રહણ કરાયેલા રડતા બાળક પ્રત્યે કહે છે – બાળક ! રડ નહિ, તેથી રાડ પાડીને રેવતી નાઠી, બાળક સ્વસ્થ થયો, થયેલા હર્ષવાળા સ્વજનો વડે લાડવા હોરાવાયા, ભરેલા ભાજનવાળો દત્ત મોકલાયો. આના વડે વિચારાયું – આના આવા પ્રકારના સ્થાપનાકુલો છે, તોપણ મને અન્યત્ર ભાડે છે, પ્રાંત કુલોમાં ભમીને ગુરુ વડે ભોજન કરાયું. પાછળથી આવશ્યકમાં આલોચના કરીને બેઠેલા દત્ત પ્રત્યે ગુરુ કહે છે – સભ્ય આલોચના કર, તે કહે છે – અહીં સમ્યફ શું? ગુરુ કહે છે – તારા વડે ધાત્રીપિંડનો પરિભોગ આલોચના કરાયો નથી, ત્યારપછી ઈર્ષાથી તમે અતિસૂક્ષ્મ જોનારા છો, એ પ્રમાણે બોલતો બેસીને પ્રતિક્રમણ કરીને પોતાના ઉપાશ્રયે ગયો અને સૂરિના ગુણથી આકર્ષાયેલા દેવતા વડે આને ગુરુના પરિભવરૂપી વૃક્ષનું ફૂલ દેખાડું, એ પ્રમાણે વિચારીને તેની વસતિમાં મહાઅંધકાર કરાયો, પ્રબળ વાયુબરફના ટુકડાની વર્ષાને કરી, ત્રાસ પામેલો પોકાર કરતો આ ગુરુ વડે કહેવાયો. આ બાજુ આવ, તે કહે છે – દ્વારને જોતો નથી, ગુરુ વડે સંઘર્ષ કરીને દીપકની જેમ પ્રકાશતી આંગળી વડે પ્રકાશ કરાયો. તેણે વિચાર્યું – આને દીવો પણ છે. તેમની પાસે આવ્યો, દેવતા વડે શિક્ષા અપાયો. હે દુર્મતિ ! આ કેટલું? આ મહાત્માના પરિભવને કરતો કુગતિપાતને તું પામીશ, તેથી થયેલા પશ્ચાત્તાપવાળો ગુરુના ચરણમાં પડ્યો. પ્રાયશ્ચિત્ત સ્વીકારાયું. l૯૯ll ભાવાર્થ -
જે ગુરુ જિનવચનથી ભાવિત છે, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેમણે જે રીતે શિષ્યને અત્યાર સુધી અનુશાસન આપ્યું છે, તેનાથી જ તેમના ગુણો સ્વયં પ્રકાશિત છે, તેથી તેવા ગુણવાન ગુરુને પામીને પણ દત્ત જેવા કોઈક મુનિ કંઈક આરાધક હોવા છતાં મુગ્ધ બુદ્ધિથી ધર્મના વિમર્શ દ્વારા વૃદ્ધાવાસમાં રહેલા કે ગ્લાન ગુરુનો પરિભવ કરે છે, તે પણ દુશ્લેષ્ટિત છે. જેમ ગુરુ ગુણવાન હોવા છતાં દત્ત