________________
૧૬૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૯-૧૦૦ નામના સાધુ તેમના સમાચાર પૂછવા માટે ત્યાં આવે છે, ત્યારે જે સ્થાનમાં હતા તે સ્થાનમાં જ રહેલા જોઈને સ્વમતિ વિકલ્પથી આ ગુરુ નવકલ્પી વિહાર કરતા નથી અર્થાત્ પ્રસ્તુત નગરમાં પણ સ્થાન પરિવર્તન દ્વારા નવકલ્પી વિહાર કરતા નથી, માટે ધર્મથી ભ્રંશ પામેલા છે, તેવો વિકલ્પ કરે છે, તે પણ દુષ્યષ્ટિત છે. વસ્તુતઃ તેઓ નવકલ્પી વિહાર કરે છે અથવા આ રીતે પરિપાટીથી આવ્યા છે કે નહિ, એવો વિચાર કર્યા વગર સ્વકલ્પનાથી વિચાર કર્યો, પરંતુ વૃદ્ધાવાસમાં રહ્યા છતાં તેઓ કઈ રીતે આરાધના કરે છે ઇત્યાદિ જોઈને વિચાર કરવામાં વિવેક ન કર્યો. તેવા ગુણવાન ગુરુ પ્રત્યે વિશેષ ભક્તિ થવી જોઈએ, તેના બદલે દત્ત સાધુને કંઈક તુચ્છ મતિને કારણે અને શુદ્ધ આચરણા પ્રત્યેના કંઈક પક્ષપાતને કારણે ગુરુને અસંયમી જોયા અને પરિભવ કર્યો તે પણ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ એવું દુષ્યષ્ટિત છે, માટે વિવેકી શિષ્યએ નિપુણ પ્રજ્ઞાથી વિચાર કર્યા વગર સહસા ગુણવાન ગુરુનો પરિભવ કરવો જોઈએ નહિ. II૯ll અવતરણિકા :
यतो दुविनीतस्यायं दोषः, अतो गुरुविषयमेव प्रतिबन्धदाढ्यं विनेयस्य दृष्टान्तेनाहઅવતરણિતાર્થ :
જે કારણથી દુર્વિતીતને આ દોષ છે, આથી શિષ્યની ગુરૂવિષયક પ્રતિબંધની દૃઢતાને દાંતથી કહે છે – ગાથા :
आयरियभत्तिरागो, कस्स सुनक्खत्तमहरिसीसरिसो ।
अवि जीवियं ववसियं, न चेव गुरुपरिभवो सहिओ ।।१००।। ગાથાર્થ :
સુનક્ષત્ર મહર્ષિ જેવો આચાર્યનો ભક્તિરાગ કોને છે ? જીવિત પણ વિનાશ કરાયું, ગુરુનો પરિભવ સહન કરાયો નહિ જ. II૧૦૦II ટીકા :
आचार्यभक्तिरागो गुरुगोचरान्तरस्नेहः कस्य सुनक्षत्रमहर्षिसदृशो ? न कस्यचित्प्रायः । तेन हि जीवितमपि व्यवसितं निष्ठां नीतं त्यक्तमित्यर्थः । अपिशब्दस्य व्यवधानसम्बन्धात्, नैव गुरुपरिभव आचार्यतिरस्कारः सोढः क्षान्तः, चशब्दात् तिरस्कृतश्च प्रतिपक्षः, तथाहि-सोऽनुकूलप्रत्यनीकं भगवदवर्णवादं कुर्वन्तं गोशालकं ज्ञाततत्सामोऽपि निराकृतवान्, निरुत्तरतया जातकोपेन निसृष्टया तेजोलेश्यया दग्धोऽचलितसत्त्वः समुत्पनो महर्धिकवैमानिकभावेनेति ॥१००।।