________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૩-૯૪
૧પ૯ પણ અંગોની વાચના આપતો ઓળખાયો. તેથી આને સંક્ષોભ ન થાઓ, એથી પાછળ ખસીને મોટા અવાજ વડે નિસીહિ કરાઈ. આ બાજુ ઇતર વડે પણ=વજ વડે પણ, આકારનું સંવરણ કરીને તેમની પ્રતિપત્તિ કરાઈ તેથી આ પુરુષરત્ન છે. અવિજ્ઞાત વીર્યવાળા આમનાથી પરિભવ ન પામે થી સાધુઓને કંઈક કાર્ય ઉદ્દેશીને ગુરુ ગ્રામોત્તર પ્રસ્થાન કરવા તૈયાર થયા. તેઓ સાધુઓ, કહે છે – અમને કોણ વાચના આપશે? સૂરિ વડે કહેવાયું – વજ વાચના આપશે, તેથી તેઓ વડે તેમ થાઓ, એ પ્રમાણે સ્વીકારાયું. ગુરુ ગયા, વજ વડે પણ તેઓને અલ્પકાળથી બહુગુણવાળો સ્વાધ્યાય કરાવાયો, ચિત્ત આનંદિત કરાયાં, આવેલા ગુરુ વડે કહેવાયા - શું સ્વાધ્યાય બરાબર વૃદ્ધિ પામ્યો ? તેઓ કહે છે – અત્યંત વૃદ્ધિ પામ્યો, અનુગ્રહપૂર્વક આ જ અમારા વાચનાચાર્ય કરાય. તેઓ વડે કહેવાયું – કરાયેલા યોગોદ્રહનવાળા=જેમણે યોગાદ્વહન કર્યું છે તેવા વજ આચાર્ય, કરાશે.
સિંહગિરિના સુશિષ્યોનું ભદ્ર-કલ્યાણ, થાઓ, કેવા પ્રકારના શિષ્યોનું ? એથી કહે છે – ગુરુવચનની શ્રદ્ધાને કરતા=ભાવસાર ગ્રહણ કરતા સિંહગિરિના શિષ્યોનું, કલ્યાણ થાઓ એમ અવય છે, તે આ પ્રમાણે – તેઓ વડે=સિંહગિરિના સુશિષ્યો વડે, વજ વાચના આપશે એ પ્રકારનું આચાર્ય સંબંધી વચન વિકોપિત કરાયું નહિ કે વિકલ્પિત કરાયું નહિ, પરંતુ નિર્વિચાર ગ્રહણ કરાયું, એ પ્રમાણે સંબંધ છે. I૯૩ ભાવાર્થ -
ગુણવાન ગુરુ હંમેશાં શિષ્યો વીતરાગના વચનના પારમાર્થિક ભાવોમાં સ્થિર-સ્થિરતર થાય તે પ્રકારે સંવેગપૂર્વક વાચના આપે છે અને સિંહગિરિ શિષ્યોને વાચના આપનારા ગુરુ હતા, તેથી તેવા ગુરુના ઉપદેશથી પરિણત તે શિષ્યો હતા, માટે ગુરુના વચનમાં વિકલ્પ વગર શ્રદ્ધાવાળા હતા અર્થાત્ આ ગુરુ જે પણ કહે છે, તે એકાંતે મારા હિત માટે છે તેવો સ્વઅનુભવ સિદ્ધ નિર્ણય હતો, તેવા શિષ્યોનું કલ્યાણ થાઓ. એ પ્રકારે ગ્રંથકારશ્રી અપેક્ષા રાખે છે. કેવા પ્રકારના ગુરુના વચનની અવિકલ્પ શ્રદ્ધા હતી, તે સ્પષ્ટ કરતાં કહે છે –
વજઋષિ તમને વાચના આપશે, એ પ્રમાણે કહીને ગુરુ અન્યત્ર ગયા, ત્યારે આ બાલ સાધુ કઈ રીતે વાચના આપશે ? તેનો કોઈ વિકલ્પ કર્યા વગર તેઓએ તે વચન સ્વીકાર્યું, તેથી ગુણવાન ગુરુના વચનમાં સ્થિર શ્રદ્ધા હોવાથી તેઓને ગુરુનું વચન શીધ્ર જ પરિણમન પામે છે. તેના બળથી તેવા મહાત્માઓ વાસી-ચંદન તુલ્ય પરિણતિવાળા બને છે. I૯૩મા અવતરણિકા :શિષ્ય
અવતરણિકાર્ય :વળી ગુરુનું વચન વિકલ્પ વગર ગ્રહણ કરવું જોઈએ, એને દઢ કરવા માટે કહે છે –