________________
૧૬૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૫-૯૬ સ્વીકારવું જોઈએ, તેમાંeતે પ્રકારના ગુરુવચનમાં, કારણથી થવું જોઈએ કારણથી ગુરુએ આ કહ્યું છે એમ શિષ્યએ માનવું જોઈએ. ll૫ll ટીકા :
कारणविदो निमित्तज्ञाः कदाचित् कस्मिंश्चित्प्रस्तावे श्वेतं धवलं काकं वायसं वदेयुराचार्या गुरवस्तद्वचनं तथा श्रद्धातव्यं भावसारं प्रतिपत्तव्यम् । किमिति ? भवितव्यं कारणेन तस्मिन्, न निष्प्रयोजना गुरुगिरः प्रवर्तन्त इति मत्वा ।।९५।। ટીકાર્ય :
રવિવો. મિત્વા | કારણને જાણનારા=નિમિત્તને જાણનારા, આચાર્ય ગુરુ, ક્યારેક=કોઈક પ્રસ્તાવમાં, શ્વેત=સફેદ, કાગડો છે એ પ્રમાણે કહે, તેમના વચનની તે પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ= ભાવસાર સ્વીકારવું જોઈએ, કયા કારણથી પ્રત્યક્ષ વિરુદ્ધમાં શ્રદ્ધા કરવી જોઈએ ? એથી કહે છે – તેમાં ગુરુના વચનમાં, કારણથી થવું જોઈએ=તિwયોજન ગુરુની વાત પ્રવર્તતી નથી, એ પ્રમાણે માનીને કારણથી થવું જોઈએ. II૯૫iા ભાવાર્થ :
ગુણવાન ગુરુ મોક્ષના અત્યંત અર્થી છે, વચન ગુપ્તિ અને ભાષા સમિતિવાળા છે, તેથી ઉન્મત્તની જેમ યથાતથા ક્યારેય બોલે નહિ, એવા કારણના જાણનારા આચાર્ય ક્યારેક કાગડાને ધોળો કહે તો શિષ્યએ તે પ્રકારે સ્વીકારવું જોઈએ અને વિચારવું જોઈએ કે ગુરુ મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત પ્રયોજન સિવાય ક્યારેય બોલતા નથી. તેથી આ પ્રકારે બોલવાનું નક્કી કોઈક પ્રયોજન હોવું જોઈએ, તેમ વિચારીને કાગડા ધોળા છે, એવું ગુરુવચન પણ નિર્વિકલ્પ સ્વીકારવું જોઈએ અર્થાત્ જે ક્રિયામાં નિર્જરાને અનુકુળ સ્પષ્ટ કોઈ યત્ન ન દેખાતો હોય એવી ક્રિયા કરવાની ગુરુ કહે તોપણ વિચારવું જોઈએ કે નિષ્કારણ અથવા કર્મબંધનું કારણ બને તેવી ક્રિયા કરવાનું ગુરુ ક્યારેય કહે નહિ, માટે કોઈ વિશિષ્ટ પ્રયોજનથી એ પ્રમાણે ક્રિયા કરવાનું કહે છે, તેમ માનીને ગુરુની તે આજ્ઞા સ્વીકારવી જોઈએ. આલ્પા અવતરણિકા :
एवंकारिणो गुणमाहઅવતરણિકાર્ય :આવા પ્રકારનું કરનારના ગુણને કહે છે
ગાથા :
जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो । ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ।।१६।।