________________
૧૬૫
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૮ અવતરણિકાર્ચ -
કયા કારણથી આટલા ગુણો =શિષ્યોમાં આટલા ગુણો, જોવાય છે. એ પ્રકારની આશંકા કરીને તેઓના માહાભ્યને કહે છે – ગાથા :
जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो ।
सगुणस्स य निग्गुणस्स उ, अयसोऽकित्ती अहम्मो य ।।९८।। ગાથાર્થ :
અહીં=લોકમાં, સગુણ શિષ્યને જીવતાને ચશ, મરેલાને કીર્તિ, પરભવમાં ધર્મ થાય છે, નિર્ગુણને વળી અયશ, અકીર્તિ અને અધર્મ થાય છે. ll૯૮ાા. ટીકા -
जीवतः प्राणान् धारयत इह लोके सगुणस्य यशः अहो पुण्यभागयमिति श्लाघारूपं भवतीति सम्बन्धः मृतस्य कीर्तिस्तद्रूपैव संशब्दता परभवे परलोके धर्मश्च सुदेवगत्यादिहेतुर्भवतीति चशब्दस्य समुच्चयार्थस्य व्यवहितः सम्बन्धः । व्यतिरेकमाह-निर्गुणस्य तु अनुवर्तकत्वादिगुणशून्यस्य पुनर्जीवतोऽयशः, मृतस्याऽकीर्तिः, परलोकेऽधर्मश्च दुर्गतिकारणं भवतीति ।।१८।। ટીકાર્ય :
નીવતઃ એ. મવતીતિ છે. આ લોકમાં જીવતા=પ્રાણ ધારણ કરતા એવા સગુણને યશ=અહો પુણ્યભાર્ આ છે, એ પ્રકારની શ્લાઘારૂપ યશ થાય છે, એ પ્રમાણે સંબંધ છે. મરેલાને કીતિ તરૂપ જ=સશબ્દતા રૂપ જ, થાય છે, પરલોકમાં ધર્મસુદેવગતિ આદિનો હેતુ એવો ધર્મ થાય છે. શબ્દનો સમુચ્ચય અર્થે સંબંધ છે.
વ્યતિરેકને કહે છે – વળી નિર્ગુણો=અનુવર્તકત્વાદિ ગુણશૂન્ય એવા જીવતાને અયશ થાય છે, મરેલાને અકીતિ છે અને પરલોકમાં દુર્ગતિનું કારણ એવો અધર્મ થાય છે. I૯૮ ભાવાર્થ :
જે જીવો સર્વજ્ઞના વચનાનુસાર ગુણવાન ગુરુને વિવેકપૂર્વક સમર્પિત છે, તેવા ગુણવાન શિષ્યની શિષ્ટ લોકો હંમેશાં પ્રશંસા કરે છે અને જે મુગ્ધજીવો છે, તે તો નિર્ગુણ ગુરુ-શિષ્યના યથાતથા વ્યવહારને જોઈને પ્રશંસા કરે છે, તે પરમાર્થથી તેમના ગુણનો યશ નથી, પરંતુ મુગ્ધ લોકોથી કરાયેલો મિથ્યાચાર છે અને જે શિષ્ય ભગવાનના વચનથી ભાવિત છે અને વિવેકપૂર્વક ગુણવાન ગુરુને પ્રાપ્ત કરીને તેઓની નિત્ય ભક્તિ કરીને શ્રુતથી ભાવિત થાય છે અને તેવા મહાત્મા પાસે નવું નવું શ્રુત ભણે છે, તેઓની