________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૬-૯૭
ગાથાર્થ :
જે વિશુદ્ધ મનવાળા બોલાતા ગુરુવચનને ભાવથી ગ્રહણ કરે છે, પિવાતા ઔષધની જેમ તેને તે સુખને લાવનારું થાય છે. II૬
ટીકા ઃ
यो गृह्णाति गुरुवचनं भण्यमानं, गुरुणोच्यमानं भावतोऽन्तःकरणेन, अत एव विशुद्धमना निष्कलङ्कचित्तः, ओषधमिव पीयमानं तद् गुरुवचो गृह्यमाणं तस्य ग्रहीतुः सुखावहं भवति, कर्मरोगोच्छेदकत्वादिति । । ९६ ।।
૧૬૩
ટીકાર્થ ઃ
યો વૃધ્ધતિ ..... ત્વાવિત્તિ ।। જે કહેવાતા ગુરુવચનને=ગુરુ વડે કહેવાતા વચનને, ભાવથી=અંતઃકરણથી, ગ્રહણ કરે છે, આથી જ વિશુદ્ધ મનવાળા છે=નિષ્કલંક ચિત્તવાળા છે. ઔષધની જેમ પિવાતું તે= ગ્રહણ કરાતું ગુરુવચન, તેને=ગ્રહણ કરનારને સુખાવહ થાય છે; કેમ કે કર્મરોગનું છેદકપણું છે. ૯૬ ભાવાર્થ
-
ગુરુ ગુણવાન ન હોય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવાનું કહ્યું છે, પરંતુ જે ગુરુ ગુણોથી યુક્ત છે, તેવા ગુણવાન ગુરુના વચનને વિશુદ્ધ મનવાળા જે શિષ્યો ભાવથી ગ્રહણ કરે છે, તેઓને તેવા ગુણવાન ગુરુનાં સર્વ વચનો સંવેગપૂર્વક કહેવાયેલાં હોવાથી યોગ્ય શિષ્યને સમ્યક્ પરિણમન પામે છે. જેમ કોઈ રોગી ઔષધને પીએ તો તે સુખાવહ બને છે, તેમ યથાર્થ પરિણમન પામતું ગુરુનું વચન તે મહાત્માના ભાવરોગનો નાશ કરે છે, માટે ગુણવાન ગુરુ સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વને બતાવે છે, તેવો નિર્ણય થયા પછી વિકલ્પ રહિત તેમના વચનને ગ્રહણ કરવાની પ્રકૃતિવાળા ઉત્તમ શિષ્યને ગુરુ જે પ્રકારના સંવેગથી જે જે વચનો કહે છે, તેમનાં તે તે વચનોથી તેને પણ તે પ્રકારનો સંવેગ થાય છે, તેનાથી તે મહાત્માના કર્મરોગનો ઉચ્છેદ થાય છે, માટે તે ગુરુનું વચન તેમના માટે સુખને કરનારું થાય છે. II૬ અવતરણિકા :
अन्यच्च सुशिष्योऽपि स एव, यत आह
અવતરણિકાર્ય :
અને બીજું, સુશિષ્ય પણ તે જ છે, જે કારણથી કહે છે
ગાથા :
-
अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंताय । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इय सुसीला ।। ९७ ।।