________________
૧૫૧
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮ ટીકા :
दुष्करं दुरनुष्ठेयम्, अत एवोद्घोषकरं रोमहर्षजननं, किं तत् ? अवंतिसुकुमारमहर्षेश्चरितं, कथम् ? आत्मापि पूर्वोक्तयुक्तेः शरीरमपि नामेति प्रसिद्धमिदमागमे, तथा कथानकोक्तप्रकारेणात्यजत इति आश्चर्यमेतच्चित्रमिति ।।८।। ટીકાર્ય :
તુષાર ..... જિન્નતિ || દુષ્કર=દુઃખે કરીને આચરી શકાય એવું, આથી જ ઉદ્ઘોષકરકરોમના હર્ષ, જનક, શું તે છે?=દુષ્કર અને રોમના હર્ષનું જનક શું છે ? તે કહે છે – અવંતિસુકુમાર મહર્ષિનું ચરિત્ર છે, કેવી રીતે ? એથી કહે છે – આત્મા પણ=પૂર્વોક્ત યુક્તિથી શરીર પણ, નામ એ વાક્યાલંકારમાં છે. આગમમાં આ પ્રસિદ્ધ છે, તે પ્રકારથી=કથાનકમાં કહેવા પ્રકારથી, ત્યાગ કરાય છે એ આશ્ચર્ય છે=ચિત્ર છે. ૧૮૮ ભાવાર્થ :
અવંતિસુકુમાર નલિનીગુલ્મ વિમાનના વર્ણનને સાંભળીને ભોગોથી વિરક્ત થયેલા, તેથી દુષ્કર અને વિચારકના હર્ષને ઉત્પન્ન કરે તેવા ઉત્તમ ચરિત્રવાળા છે; કેમ કે દેહનો સંગ સ્પષ્ટ વિદ્યમાન છે, છતાં દેહના કષ્ટની ઉપેક્ષા કરીને ધર્મ માટે તે રીતે દઢ વ્યાપાર કરે છે કે પ્રાણના નાશમાં પણ તેમનું ચિત્ત દઢ વ્યાપારવાળું બને છે એથી પોતાના દેહનો તેમણે તે રીતે ત્યાગ કર્યો એ મહાઆશ્ચર્ય છે.
અહીં વિશેષ એ છે કે કાશીમાં કરવત મુકાવનારા મોક્ષની ઇચ્છાવાળા અપુનબંધક જીવો જે ચેષ્ટા કરે છે, તેમાં તેઓની મોક્ષની ઇચ્છા પ્રશંસનીય છે, પરંતુ આ રીતે દેહત્યાગ પ્રશંસનીય નથી તેમ કહેવાય છે અને નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળીને ત્યાં જવાની ઇચ્છાવાળા અવંતિસુકુમાર દેહનો ત્યાગ કરવા તત્પર થયા, અનશન સ્વીકાર્યું, તેમના પ્રાણત્યાગની પ્રશંસા કરી છે; કેમ કે તેમનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, તેમ કહેલ છે, તેથી સ્થૂલથી વિરોધ જણાય, પરંતુ અવંતિસુકુમારે ભગવાનના વચનના અનુભાવથી પ્રવ્રજ્યા અને અનશન સ્વીકાર્યા છે. વળી આર્ય સુહસ્તિસૂરિ મહારાજે જ્ઞાનના અવલોકનથી તેમનું આરાધકપણું જોઈને દીક્ષા આપી છે, તેથી નક્કી થાય છે કે અવંતિસુકુમારે સુખ-દુઃખાદિ સર્વ ભાવો પ્રત્યે સમાન ચિત્તને ધારણ કરીને ઉપસર્ગ સહન કરેલ છે અને વિકારી સુખને વિકારી સુખરૂપે જાણનારા હતા અને નિર્વિકારી શમભાવના સુખને પણ જાણનારા હતા, છતાં વિકારવાળી અવસ્થામાં વિકારી સુખની ઇચ્છા પણ સંભવે, તોપણ બલવાન ઇચ્છા નિર્વિકારી સુખની છે, તેથી નિર્વિકારી સુખરૂપ શમભાવમાં મગ્ન રહીને તેઓએ કષ્ટ વેઠ્યાં છે, જ્યારે કાશીએ કરવત મુકાવનારા અપુનબંધક જીવો તે પ્રકારના વિવેકથી યુક્ત નથી, તેથી મોક્ષના ઉપાય વિષયક વાચ્ય આચરણારૂપ કષ્ટને જોનારા છે, પરંતુ વીતરાગના વચન અનુસાર પ્રકૃષ્ટ પાપથી વર્જનરૂપ પ્રવ્રજ્યાના પરમાર્થને જોનારા નથી, જ્યારે અવંતિસુકુમારે ભાવથી પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે પ્રકૃષ્ટ પાપથી પર થવા માટે યત્નશીલ થયા છે અને પ્રવજ્યાના અંગભૂત અનશનને